સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (MGVCL), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (PGVCL) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (UGVCL) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (GSEL)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)માં ભરતી કૌભાંડનો પર્દાફાશ કરી દલાલો અને વચેટિયાઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરુ કરી ગેરકાયદેસર લાખ્ખો રૂપિયાના જોરે નોકરી મેળવનાર લેભાગુ તત્ત્વો સામે ગાળિયો કસ્યો છે
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમોએ સોમવારે વીજતંત્રની કચેરીઓમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર અને ઇડર વીજતંત્ર કચેરીમાં ફરજ બજાવતા 8 કર્મીઓની અટકાયત કરી સુરત લઇ જવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને 8 કર્મીઓના નામ પણ સોશ્યલ મીડિયામાં જાહેર થતા અન્ય કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે જો કે અરવલ્લી જીલ્લામાંથી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચે લીંભોઇ નજીકથી એક કર્મીને ઉઠાવી લીધી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર અને ઇડરમાં UGVCLની અલગ ઓફીસમાંથી ફરજ બજાવતા મહિલા સહિતના કર્મચારીઓને સુરત લઈને સોમવારે રાત્રે રવાના થઇ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠાના હિંમતનગર અને ઇડરમાંથી કયા કર્મીઓને ઇડર લઇ ગઈ વાંચો
1) નીમાબેન પ્રકાશભાઈ પટેલ(હિંમતનગર)
2) જલ્પાબેન બીપીનચંદ્ર પટેલ (હિંમતનગર)
3) રોહિતકુમાર મુળજીભાઈ મકવાણા (હિંમતનગર)
4) મનીષકુમાર ધનજીભાઈ પારધી (હિંમતનગર-મહેતાપુરા)
5) પ્રકાશકુમાર મગનભાઈ વણકર (જાદર-ઇડર)
6) અલ્તાફઉમર ફારુક લોઢા(ઇડર)
7) ઉપાસનાબેન ખાનાભાઇ સુતરીયા(ઇડર)
8) નીલમબેન નારાયણદાસ પરમાર(ઇડર)