અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સીઆઇટીયુ અને કિસાન સભા ના સંયુક્ત ઉપક્રમે મણીપુરની ઘટનાઓના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોડાસા ચાર રસ્તા પર લાલ વાવટાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પોલીસ ચોકીની સામે દેખાવો યોજવામાં આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે મણીપુરના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેમને સખત સજા કરવામાં આવે અને મણીપુરના આદિવાસીઓના જાનમાલનું રક્ષણ કરવામાં આવે અને તેમને રક્ષણ પૂરું પાડવામાં આવે અને જાતિવાદિત તોફાનો અને ડામી દેવામાં આવે અને તે માટે નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકાર અને મણીપુરની રાજ્ય સરકાર જે ભાજપા ની છે તે આ ઘટનાઓ બાબતે ચૂપ છે તે એમના માટે શરમજનક છે તેવું કિસાન સભા ના પ્રમુખ ભલાભાઇ ખાંટ અને સીઆઇટીઓના મહામંત્રી આજે કહ્યું હતું અને આજના કાર્યક્રમમાં કિસાન સભા અને સીઆઇટીઓના કાર્યકર્તાઓ છગનભાઈ ભગોરા સાજાભાઈ ડામોર દિલીપભાઈ ભરાડા રાકેશ તળાવ મસુરભાઈ પાંડોર વગેરે હાજર રહ્યા હતા