મોડાસા નગરની અગ્રગણ્ય સંસ્થા શ્રીનાથ કો.ઓપરેટીવ ક્ર્રેડીટ સોસાયટીની સામાન્ય જનરલ સભા ચેરમેન શ્રી વિરેનભાઈ એચ. શાહ ના અધ્યક્ષ સ્થાને તા:ર૩/૦૭/ર૦ર૩ ને રવિવાર ના રોજ શ્રીમતિ સી. કે. શાહ સભાગૃહ, સર્વોધ્ય હાઈસ્કુલ કંપાઉન્ડમાં, મોડાસા મુકામે મળી હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહયા હતા.
જેમાં સૌ પ્રથમ મંડળીના વા.ચેરમેને સ્વાગત પ્રવચન કર્યા બાદ અવસાન પામેલ શેર હોલ્ડરોને બે મિનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી ત્યાર બાદ મેને.ડિરેકટર શ્રી બિપીનભાઈ સી. શાહએ ગત સાધારણ સભાનું પ્રોસિડીંગ વંચાણ કર્યું તથા વર્ષ:ર૦રર–ર૩ ના હિસાબો મંજૂર કરાવ્યા તથા ૧ર ટકા ડિવિડન્ડની બહાલી લીધી તથા તા.૩૧/૦૩/ર૦ર૩ના રૂા.૬પ૪પ૩૭૮/–નો ચોખ્ખો નફાની ફાળવણી ની બહાલી લેવામાં આવી. સભાની શરૂમાં વા. ચેરમેનશ્રી શ્રી નીખીલભાઈ એસ. શાહે મંડળીનો અહેવાલ આપ્યો હતો તથા આભાર વિધિ મેને. ડિરેકટર શ્રી કામેશભાઈ બી. શાહે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના મેનેજરશ્રી પ્રકાશભાઈ કે. શાહે તથા તેમની ટીમે કર્યું હતું