asd
32 C
Ahmedabad
Thursday, October 3, 2024

ઉર્જા કૌભાંડ : અરવલ્લી જીલ્લામાં રાજકીય દબાણ અને પૈસાના જોરે સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસ દબાવી તો નહીં દેને….!! ચર્ચાએ જોર પકડ્યું


ઈશ્વરની અમી દ્રષ્ટિથી 20 થી વધુ ઉમેદવારોએ લાખ્ખો રૂપિયા આપી ખોટી રીતે નોકરી મેળવી લીધાની બૂમ
મોડાસા ડિવિઝનમાં 10 જેટલા મહિલા અને પુરુષ કર્મીઓ સુરત ક્રાઈમ બ્રાન્ચની રડારમાં હોવાની ચર્ચા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવલ્લી જીલ્લામાંથી વિલા મોઢે પરત ગઈ
વિદ્યુત સહાયકની ભરતી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતર્યા રાજકીય શરણની શોધમાં, ધરપકડથી બચવા નાણાંની થેલીઓ ખુલ્લી મુકવા તૈયાર

ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા UGVCL ટાઉન અને ગ્રામ્ય કચેરીમાં સોમવારે સાંજે 5 વાગ્યાના સુમારે પહોંચી હતી અને કેટલાક કર્મીઓ અંગે પૂછપરછ હાથધરી હતી જો કે પોલીસ તપાસની ગંધ આવી જતા કે પછી અગમ્ય કારણોસર રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સતત ત્રીજા દિવસે પણ 10 જેટલા કર્મીઓ રજા પર રહેતા વીજ કચેરીમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડનો પર્દાફાશ કરી મોડાસાના નિવૃત્ત નાયબ ઈજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા પછી 15 થી 20 લાખ રૂપિયા ખર્ચી દલાલ અને વચેટિયા મારફતે વીજ કચેરીમાં ગેરકાયદેસર નોકરી મેળવનાર કૌભાંડી કર્મીઓ અને તેમના પરિવારજનોની ઉંઘ હરામ થઇ ગઈ છે આ કૌભાંડમાં રાજકીય અગ્રણીઓના મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઉર્જા કૌભાંડમાં તોડ કાંડના આરોપી યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જીલ્લાના અનેક એજન્ટ અને વચોટિયાના નામ જાહેર કર્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલ લોકોએ ઉર્જા કૌભાંડ પર પડદો પાડવા રાજકીય દબાણ અને પૈસાના જોરે ધમપછાડા કર્યા હતા ત્યારે ફરીથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા સહીત અરવલ્લી જીલ્લાની વીજ કચેરીમાં તપાસનો ધમધમાટ ચાલુ કરતા કૌભાંડીઓ ભૂગર્ભ ઉતરી ગયા હોવાની સાથે ધરપકડથી બચવા રાજકીય આકાઓનું શરણ લીધું હોવાનું અને નાણાંની કોથળી ઢીલી કરી દીધી છે ઉર્જા કૌભાંડમાં કેટલાક રાજકીય અગ્રણીઓના નાળા ઢીલા થઇ જાય તો નવાઈ નહીં…?? ની ચર્ચા ચારે કોર ચાલી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!