asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લીના સાયરા ગામના વતની નિવૃત સૈનિક ઘનશ્યામભાઈ પટેલ કારગિલ યુદ્ધના સાક્ષી, એક ટુકડીમાંથી 2 જવાનો જ બચ્યા


શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન આપવાનો દિવસ, જેમણે જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું
અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા છે. 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.
આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા

Advertisement

આજે 26 જુલાઈનો દિવસ,આજનો દિવસ ‘કારગિલ વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું.આજથી બરાબર 23 વર્ષ પહેલાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાસે ભારતીય વિસ્તારમાં મોટાપાયે ઘૂસણખોરી શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં સેંકડો પાકિસ્તાની સૈનિકો અને જેહાદીઓએ ઘૂસણખોરી કરી હતી.આવો જાણીએ અરવલ્લી જિલ્લાના કારગિલમાં લડનારા સૈનિક પાસેથી યુદ્ધની કહાની…!

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના સાયરા ગામના વતની ઘનશ્યામભાઈ પટેલ 1994 ની સાલમાં CRPF માં ભરતી થયાં.વર્ષ 1999માં ‘ 67 બટાલિયન બિહાર’માં પોસ્ટિંગ હતું.ઘનશ્યામભાઈ પોતે જણાવે છે કે, “1999 માં કારગિલ યુદ્ધની શરૂઆત થઈ હતી.અમારી ટુકડીને સૂચના મળી હતી કે અમારી બટાલીયને સપોર્ટેડ યુનિટ તરીકે જવાનું છે. અમે બિહારથી કારગીલ તરફ જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં સૈનિકોની ટુકડીઓને રોકવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, તેમાં અમારા વ્હીકલ ઉપર વિસ્ફોટ કરવામાં આવ્યો, એ વિસ્ફોટમાં અમારી બટાલીયનના 18 સૈનિકો સાથે વ્હીકલ હવામાં ફંગોળાયું, અંદર રહેલા સૈનિકો મારી નજર સામે શહીદ થયા, હું એક જગ્યાએ જમીન ઉપર પડેલો હતો, ફતેહ ફતેહના અવાજો સંભળાતા હતા,થોડા સમય પછી બટાલિયનના એક અન્ય સૈનિક પણ જીવિત છે તેવું મારા ધ્યાનમાં આવ્યું, અમે બંને સાથે, બચેલી હિંમત ભેગી કરીને વનસાઇડેડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, આજુબાજુ નજર કરી ત્યારે ખબર પડી કોઈના હાથ કોઈના પગ કપાયેલા પડ્યા છે. એ વિસ્ફોટ માં 18 માંથી 16 સૈનિકો શહિદ થયા હતા. થોડીવાર પછી થોડી સજાગ અવસ્થા થઈ ત્યારે મેં ઉભા થવાની કોશિશ કરી, પણ હું નિષ્ફળ રહ્યો, ત્યારે મને ધ્યાનમાં આવ્યું મારા પગમાં ઇજા થઈ છે.જેમતેમ કરીને ઉભા થતાં બીજા એક સૈનિકની મદદ કરતા મને કમરના ભાગે ગોળી વાગી હતી. ત્યાર પછી બચાવ ટુકડી આવી પહોંચી , એમાં ડેપ્યુટી કમાન્ડર મારી પાસે આવીને મને શાબાશી આપે છે એ ભેગોજ હું બેભાન થઈ ગયો,મને બે દિવસ પછી હોશ આવ્યો ત્યારે હું દિલ્હી હોસ્પિટલમાં એડમિટ હતો જ્યાં સારવાર કરવામાં આવી. જેમાં શરીરમાં અલગ અલગ જગ્યાએ અનેક ફેક્ચર હતા, મારા પગમાં ઇજા થઈ હતી, ત્યારબાદ 90 દિવસ સારવાર લીધા બાદ ગાંધીનગર ખાતે કેટેગરી -C માં ટ્રાન્સફર આપવામાં આવી, હું 2003માં નિવૃત્ત થયો. અને અત્યારે મોડાસામાં લીગલ ડિપાર્ટમેન્ટમાં વકીલાત કરું છું. આજે કારગીલ વિજય દિવસે કહીશ કે તમામ દેશવાસીઓને આપણી આઝાદી માટે, અને આઝાદીના દરેક નિયમો જે ઘણી બધી કુરબાનીઓ પછી આપણને મળ્યા છે, તેનું પાલન કરવું જોઈએ તે પણ એક દેશભક્તિ જ છે.ભારતનો સૈનિક કોઈપણ પરિસ્થિતિમાં સરહદ ઉપર અડીખમ ઉભો છે. તો એ દરેક દેશવાસીઓની રક્ષા માટેની ફરજ નિભાવે છે. આપણે પણ આપણી ફરજ નિભાવીએ ”

Advertisement

આ ઓપરેશનનો હેતુ કારગીલ-દ્રાક્ષ સેક્ટરે ઘૂસણખોરીના કાફલા ને ધ્યાનમાં રાખીને વ્યુહરચના થઇ હતી,જે યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનથી જીવનમાં ભારે નુકસાન થયું.છેલ્લે 26 જુલાઇ, 1999 ના રોજ, ભારતએ સફળતાપૂર્વક ઉચ્ચ ચોકીઓનો આદેશ લીધો, જે પાકિસ્તાનના ઘુંસણખોરો હારી ગયા હતાં.

Advertisement

ભારતે નિયંત્રણ રેખાના ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી બળવાખોરો દ્વારા કારગિલ સેક્ટરના ઘુસણખોરીને સાફ કરવા ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનને જીવનમાં ભારે નુકસાન થયું.છેલ્લે 26 જુલાઇ, 1999 ના રોજ, ભારતે સફળતાપૂર્વક ઉચ્ચ ચોકીઓને પાછી મેળવી હતી અને જ્યાં પાકિસ્તાનના ઘુંસણખોરો હારી ગયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!