અરવલ્લી જિલ્લા ના મોડાસા ગણેશપુર અડાઆઠમ પંચાલ સમાજની જગ્યાએ સા.કાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણે તળના આગેવાનો શામળાજી વિશ્વકર્મા ના સભ્યો જ્ઞાતિબંધુઓ. આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી હતી.
સૌપ્રથમ શિવુભાઈ પંચાલે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું. આ મીટીંગના સફર સંચાલન માટે અધ્યક્ષ તરીકે ફોરન રિટર્ન સરડોઈના વતની લાલાભાઇ પંચાલની દરખાસ્ત પ્રમુખ પ્રવીણભાઈ એ કરી વિશ્વકર્મા દાદા ની આરતી. દીપ પ્રગટાવીને કરવામાં આવી.
અડાઆઠમ પંચાલ સમાજના આગેવાન રામાભાઈ પંચાલે સુપર કમિટી વિશે શું કામ કરવાનું છે અને સમાજના ત્રણે તરના પ્રમુખ મંત્રી એ જ્ઞાતિ નો વિકાસ થાય. દોષો ઊભા ન થાય તે માટે નિકાલ કરવાનો છે અધ્યક્ષ લાલાભાઇ પંચાલે સમૂહ લગ્ન ઉપર ભાર મૂક્યો હતો ફરજિયાત જોડાયા. ઘરે લગ્ન લેનારને 11,000 દાન આપવું પડશે તે માટે જે તે ગામના સભ્ય જવાબદાર ગણાશે રામભાઈ પંચાલે જણાવ્યું કે લગ્ન પહેલા પ્રીવેડિંગ સડતર બંધ કરવું.
જેમાં કપડા ના બદલે કવરની પ્રથા તથા મરણ પ્રસંગે કપડાના બદલે કવર આપવું. પહેરામણી પણ કરવી કરવી. સુપર કમિટી દ્વારા તમામ મંડળ અને તમામ તળના પ્રમુખ મંત્રી આગેવાનો જે તે ગામના પ્રશ્નો ઉકેલે અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સમાન સુપર કમિટી નિકાલ કરશે. અને સમાજ ખોટા ખર્ચ કરીને દેખાદેખી ગરીબ માણસ મરી જાય છે તેના બદલે સાદાઈથી લગ્ન યોજાય અને સમૂહલગ્નમાં જોડાય તેવો બધાનો સુર હતો. શાંત વાતાવરણમાં સુપર કમિટીની મીટીંગ પૂર્ણ થઈ.