ચોમાસાની ઋતુમાં અકસ્માતમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે અરવલ્લી જીલ્લાના મોડાસા-માલપુર રોડ પર સાકરીયા નજીક આવેલી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં રસોઈ કામ કરતો યુવક કોલેજ પરિસરમાં ઝાડની ડાળી કાપતા હથિયાર જીવંત વીજ તારને અટકી જતા નીચે પટકાતા પ્રાણ પંખેરું ઉડી જતા કોલેજમાં કામ કરતા કર્મીઓ અને ટ્રસ્ટીઓમાં ભારે દોડધામ મચી હતી મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
કડાણા તાલુકાના ડીંટવાસ ગામનો યુવક રાકેશભાઈ લક્ષ્મણભાઈ વાગડીયા મોડાસા શહેરની ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં રસોઈયા તરીકે કામકાજ કરતો હતો ગુરુવારે બપોરના સુમારે કોલેજ પરિસરમાં આવેલ ઝાડની ડાળીઓ કાપવા ચઢ્યો હતો ઝાડની ડાળી કાપતા સમયે હથિયાર વીજતારને અડકી જતા વીજકરંટ લાગતા યુવક ઝાડ પરથી ધડામ દઈ નીચે પટકાતા કોલેજ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો યુવક નીચે પટકાતા સ્થળ પર મોત નિપજતા યુવક સાથે કામકાજ કરતા કર્મીઓ આઘાતમાં ડૂબી ગયા હતા મૃતક યુવકની લાશને પીએમ માટે મોડાસા અર્બન હોસ્પિટલમાં કોલેજ કર્મીઓ પહોંચતા તબીબે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી