અંતોલી-અમદાવાદ ST બસમાં મોડાસાની મહિલા કંડકટર પાસે સામેથી લેપટોપની 88 રૂપિયા ટિકિટ લીધા બાદ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને ગોઠે ચઢાવ્યા
Advertisementરાજ્યમાં દિવસ ભર ચર્ચિત મુદ્દા પર બેંક કર્મીએ ગેરસમજ થઇ ગઈ જવા દો કહ્યું… મહિલા કંડકટરે માફી માંગી સમગ્ર પ્રકરણ પર પડદો પાડ્યો
Advertisement
અંતોલી-અમદાવાદની ST બસમાં મોડાસાના બેંક કર્મી લેપટોપ સાથે મુસાફરી કરી રહ્યા હતા બસ રોઝડ ગામ નજીક પહોંચી ત્યારે બેંક કર્મીએ મહિલા કંડકટર પાસે બળજબરી પૂર્વક લેપટોપની ટિકિટ લીધી ત્યારબાદ લેપટોપ ભાડા અંગેનો પરિપત્ર માંગણી કર્યા બાદ બંને વચ્ચે બહસ થઇ હતી ત્યાર બાદ યુવકે ફેસબુક પર લેપટોપનું 88 રૂપિયા ભાડું મહિલા કંડકટરે લેવા અંગે અને મહિલા કંડકટરે બેહુદુ વર્તન કર્યું હોવાની પોસ્ટ વાયરલ થતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયા અને મીડિયામાં ચમક્યો હતો આખો દિવસ ગરમ રહેલો મામલો સાંજે બંનેની ભૂલ સમજતા ગેરસમજના નામે સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી દીધું હતું
મોડાસા અમદાવાદ જતી બસમાં કંડક્ટરે બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ 88 રૂપિયા ભાડું લીધું હોવાની પોસ્ટ થી સમગ્ર દિવસ દરમિયાન લેપટોપનું ભાડું કાયદેસર કે ગેરકાયદેસર લીધું હોવાની ચર્ચા ચાલી હતી સમગ્ર પ્રકરણમાં એસટી તંત્ર અને મહિલા કંડકટરના માથે માછલાં ધોવાયા હતા મોડાસા એસટી ડેપો મેનેજરે સમગ્ર મામલો ગંભીરતા પૂર્વક લીધો હતો બેંક કર્મી પણ એસટી ડેપોમાં પહોંચ્યા બાદ મહિલા કંડકટર અને બેંક કર્મી વચ્ચે સમાધાન થયું હતું ત્યારે બેંક કર્મીએ મહિલા કંડકટર લેપટોપનું ભાડું વસૂલવા ના પાડતી હોવા છતાં બળજબરી પૂર્વક લેપટોપની 88 રૂપિયા ટિકિટ લેવડાવ્યા બાદ જાણે અહમ ગવાયો હોય તેમ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી વિવાદ સર્જનાર બેંક કર્મી સામે અનેક સવાલ પેદા થયા હતા અને બેંક કર્મીના લીધે મહિલા કંડકટરને અનેક સવાલોના જવાબ આપવાની નોબત આવી હતી સમગ્ર વિવાદ અંગે બેંક કર્મી સોશ્યલ મીડિયા મારફતે ચમકવા માંગતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે