21 C
Ahmedabad
Tuesday, November 28, 2023

ગાંધીનગરના અડાલજ ખાતે 84 સમાજ સંકુલમાં નિરાંત સંપ્રદાયના અધિકારી સંત પુરુષોનું એક વિશાળ સંમેલન યોજાયું


વર્તમાન સમયમાં યુવા ધન વ્યસનોના રવાડી ન ચડે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમ જ લોકોમાં આદર્શ નાગરિકની ભાવના કેળવાય તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરાંત અધિકારી સંત સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી નિરાતના આચાર્ય મહાપુરુષો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં અધિકારી મહાપુરુષો ઉપસ્થિત રહ્યા

Advertisement

સમગ્ર રાજ્યના 1300 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં નિરાત અધિકારી સંત સંમેલન કાર્યક્રમ સંપન્ન થયું આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માલોસના મુળગાદીના આચાર્ય શ્રી બાબુરામ મહારાજ પોતાનું સ્થાન નિભાવ્યું હતું જ્યારે સમારંભના અતિથિ વિશેષ પદે દેથાણ નિરાંત ગાદીથી પરમ પૂજ્ય રોહિતરામ મહારાજ ઉપસ્થિત રહી અને સમારંભને દીપાવ્યો હતો

Advertisement

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ નિવાસી કીર્તન રામ મહારાજ અને મહેસાણા નિવાસી મહેન્દ્રરામ મહારાજે કર્યું હતું આ ઉપરાંત સમારંભની કારોબારીમાં મુખ્યત્વે ભક્તિ રામ મહારાજ સરખેજ કેતનભાઇ મહારાજ સરખેજ મહેન્દ્રભાઈ મહારાજ મોટપ ડાહ્યાભાઈ મહારાજ અડાલજ પ્રવીણરામ મહારાજ મહેસાણા હર્ષદ રામ મહારાજ નારોલ શામળજી મહારાજ વૈજીપુરા પુરણ રામ મહારાજ ઉબખલ અને રમીલા રામ મહારાજ વડોદરા એ પોતાની સેવાઓ આપીને કાર્યક્રમની સંપન્ન બનાવ્યો હતો

Advertisement

વ્યસનો અને અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થાય સમાજ પોતાની એક નવી દિશા નક્કી કરી અને વિકાસના પગથિયા ચઢે તેવું ઉપરાંત બાળકોમાં શૈક્ષણિક વિકાસ થાય અને મહિલાઓમાં પણ જાગૃતિ આવે તે હેતુથી નિરાંત સંપ્રદાયના સંતો પોત પોતાના જિલ્લામાં સત્સંગના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!