26 C
Ahmedabad
Monday, December 4, 2023

અરવલ્લીના ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો શુભારંભ કરાયો


પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમની શરૂયાત
સમગ્ર અરવલ્લી જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે
મંત્રી સહિત, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શીલાફલકમ સાથે સેલ્ફી લેવામાં આવી

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો.

Advertisement

આઝાદીના અમૃત મહોત્સવ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. જે અંતર્ગત અરવલ્લીના ધંબોલીયા ગામના અમૃત સરોવર પર નિર્મિત અમૃતવાટિકા ખાતે શહીદોની સ્મૃતિમાં નિર્મિત શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી સહીત,જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઅને મહાનુભાવો, ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનો દ્વારા શિલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી.આ સમારંભમાં ઉપસ્થિત સૌએ હાથમાં માટી રાખીને પંચ પ્રણની પ્રતિજ્ઞા લીધી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!