અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ચાર્જ સાંભળતાની સાથે પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે કડક કાર્યવાહી કરવા માટે જીલ્લા પોલીસતંત્રને સૂચના આપી છે શામળાજી પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવતા સતત વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સાથે લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે વિદેશી દારૂ ભરેલી અલ્ટો કારનો ત્રણ ત્રણ વાહનોમાં પીછો કરતા બુટલેગર અણસોલ ગામ નજીક ડુંગર પાસે કાર મૂકી જંગલમાં ફરાર થઇ જતા પોલીસે કારમાંથી 88 હજારથી વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથઘારી હતી
અરવલ્લી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ વિસ્તારોના માર્ગ મારફતે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે દહેગામડા નજીક વિદેશી દારૂ ભરેલી અલ્ટો કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કરી બંને પીએસઆઈને જાણ કરતા તે પણ તેમની સરકારી જીપ સાથે બુટલેગરની કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો બુટલેગર હાંફી જતા અણસોલ ગામ નજીક કાચા રસ્તા પર ડુંગર પાસે કાર મૂકી ડુંગરમાં ખોવાઈ જતા વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરતી પોલીસે બિનવારસી અલ્ટો કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ ની બોટલ નંગ-588 કીં.રૂ.88128 અને કાર મળી કુલ રૂ.2.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહોબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા