38 C
Ahmedabad
Sunday, May 19, 2024

ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા અને મૂળ નિવાસી આદિવાસીઓ માટે ખાસ દિવસની ઉજવણી


આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત,આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ,આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ હોય જેના પ્રત્યે સંવેદના

Advertisement

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર, ભીલોડા અને મેઘરજ તાલુકામાં ડુંગરી ગરાસિયા જૂથ શબ્દ હેઠળ આવરી લેવાતી અર્ધોએક ડઝન જેટલી આંતરલગ્નો ધરાવતી ગરાસિયા આદિવાસી જાતિઓનો વસવાટ

Advertisement

આદિવાસીઓ મુખ્યત્વે મકાઈ, અડદ, તુવેર, મગ ચોખા, જુવાર, તુવેર, વાલ, વગેરે મુખ્ય ખોરાક.
વિવિધ આદિવાસી જાતિઓમાં તેમના સામાજિક-આર્થિક વિવાદોનો નિકાલ મુખ્યત્વે પરંપરાગત પંચ મારફતે કરવામાં આવે છે

Advertisement

ગુજરાતના વનવિસ્તારોમાં વસતી આદિવાસી જાતિઓની, મહદ્અંશે જે તે જાતિના નામ પરથી ઓળખાતી એવી પોતપોતાની આગવી ભાષાઓ

Advertisement

આદિવાસીઓ લોકસંગીત, લોકનૃત્યો, લોકકળા અને લોકસાહિત્યના ભવ્ય વારસાના પ્રહરીઓ છે. એક પણ અપવાદ સિવાય સર્વ આદિવાસી જાતિઓમાં આ પરંપરા સચવાઈ રહી છે

Advertisement

ગુજરાતના આદિવાસીઓ વન્યધર્મી છે. પરંપરાગત રીતે તેઓ પહાડ, ઝાડ, ગુફા, નદી, ઝરણાં વગેરેને પૂજે છે. તેમનાં દેવસ્થાનો ખુલ્લી જગ્યાઓએ હોય છે. બાંધેલાં મંદિરો હોતાં નથી.

Advertisement

સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે એમણે કુદરતનાં પરિબળો ઉપર પોતાનું વર્ચસ્ જમાવવાનો ઓછામાં ઓછો પ્રયત્ન કર્યો છે. આથી આદિવાસી પ્રદેશોમાં પર્યાવરણની સમતુલા જળવાઈ શકી

Advertisement

આદિવાસીઓની કલા રીતરિવાજો ઉત્સવ તહેવારો માન્યતાઓ પહેરવેશ અને વ્યવસાય વગેરે સઘળી બાબતો કુદરત સાથે તાલ મિલાવે છે

Advertisement

વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી આદિવાસી વર્ગને મળી રહ્યો છે લાભ

Advertisement

આદિ એટલે મૂળ અને વાસી એટલે રહેવાસી. જે જૂથો દેશની વસ્તીમાં આવેલી સૌથી જૂની જાતિઓ મનાય છે. આદિવાસી જનસંખ્યાની દ્રષ્ટીએ સમગ્ર દેશમાં ગુજરાતનો ચોથો ક્રમ આવે છે.આદિવાસી સમાજો વૈવિધ્યસભર હોય છે. ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઊછર્યા છે તેની ઉપર એમનાં શારીરિક દેખાવ – બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલાકૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે આધાર રાખે છે. જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીતિરિવાજો અને ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે.

Advertisement

રાજસ્થાનની સરહદ પરના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અમીરગઢ-વીરમપુર વિસ્તારમાં તેમજ દાંતા તાલુકામાં અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર, ભીલોડા અને મેઘરજ તાલુકામાં ડુંગરી ગરાસિયા જૂથ શબ્દ હેઠળ આવરી લેવાતી અર્ધોએક ડઝન જેટલી આંતરલગ્નો ધરાવતી ગરાસિયા આદિવાસી જાતિઓ વસે છે.

Advertisement

આદિવાસી સંસ્કૃતિ કુદરત પર આધારિત સંસ્કૃતિ છે. જો આ સંસ્કૃતિમાં અયોગ્ય ફેરબદલ આવે તો કુદરતી સંપદાઓનું યોગ્ય રક્ષણ ન થઈ શકે અને જો કુદરતી તત્વોની સમતુલા ખોરવાઇ તો પર્યાવરણ પર માથી અસરો વર્તાય. આદિવાસીઓની ભાષા બચશે તો જ આદિવાસી સંસ્કૃતિ જળવાશે તેથી આવી રહેલા બદલાવ માં” સુધરી ગયા’ નો એક બદલાવ આવી રહેલો જણાય છે. જે પોતીકી ભાષા પ્રત્યે દુર્લક્ષ રાખવા અંગેનો છે.

Advertisement

આદિવાસી જૂથના નાનામોટા કદના અપવાદ સિવાય વિશ્ર્વના બધા સમાજોને કુદરતનાં સર્જક અને વિનાશક પરિબળો સાથે સામંજસ્યમાં અથવા સંઘર્ષમાં જીવન ટકાવવું પડે છે. આધુનિક ઉદ્યોગીકરણથી પ્રભાવિત સમાજો કરતાં એમનું જીવન સૌથી વધુ કુદરતને અધીન હોય છે. જંગલમાં વસતાં હિંસક પશુઓ અને પક્ષીઓ સાથે પણ એમણે સહિષ્ણુતાના સંબંધો જાળવ્યા હોય છે. શિકાર કરીને પોષણ કરનારાઓ ઇષ્ટદેવનું નામ લઈને શિકારે જાય છે અને તેથી એક જાતનો સંયમ જળવાય છે. તેમની સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે એમણે કુદરતનાં પરિબળો ઉપર પોતાનું વર્ચસ્ જમાવવાનો ઓછામાં ઓછો પ્રયત્ન કર્યો છે. આથી આદિવાસી પ્રદેશોમાં પર્યાવરણની સમતુલા જળવાઈ શકી છે. ધરતીની સંપત્તિ વેડફી નાખીને અવિચારીપણે જીવવાની ઘેલછા તેમનામાં જોવા મળતી નથી.

Advertisement

પરિવર્તન સાર્વત્રિક છે છતાં આદિવાસી સંસ્કૃતિમાં આવી રહેલા બદલાવ છતાં તેની મૂળભૂત બાબતો બહુ જ સચવાયેલી જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિના મૂળમાં જે બાબતો છે તે પ્રકૃતિ સાથે અનુબંધિત છે. આદિવાસીઓની કલા રીતરિવાજો ઉત્સવ તહેવારો માન્યતાઓ પહેરવેશ અને વ્યવસાય વગેરે સઘળી બાબતો કુદરત સાથે તાલ મિલાવે છે. દેવી-દેવતાઓ પર પ્રકૃતિ સાથે નાતો ધરાવતા હોય જેમકે સૂરજ દેવ, ગામ દેવ, ડુંગર દેવ, નાગદેવ, વાઘ દેવ આદિવાસી સંસ્કૃતિ એટલી ભવ્ય છે કે વૃક્ષની માનવજીવનમાં જરૂરિયાત વર્તાય ત્યારે તેની પૂજા વિધિ કરી પ્રાર્થના સહ કુહાડી વિઝાય છે.

Advertisement

બુદ્ધિમત્તાની ર્દષ્ટિએ આદિવાસી કોઈ પણ મનુષ્યની બરોબરી કરી શકે તેમ છે. સાનુકૂળ વાતાવરણ, શિક્ષણ અને તાલીમ મળતાની સાથે જ તેઓ ઘણા વિકસિત સમાજોના માનીતા સભ્ય બની શક્યા છે. માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિના અતિ આધુનિક સોપાન ઉપર આવી શકે એવી બૌદ્ધિક ક્ષમતા ઘણાખરા આદિવાસીઓ ધરાવે છે.સંસ્કૃતિ અને પરંપરાને આગવી ઓળખ આપીને આપણી ધરોહર સાચવી રાખીને હંમેશા કુદરત નજીક રહ્યા છે.
આજે વિશ્વ આદિવાસી દિવસે તમામને શુભકામનાઓ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!