મોડાસા શહેરના માર્ગો પર રખડતા પશુઓનો આતંક વાહનચાલકોના માથે મંડરાતું મોત,નગરપાલિકા મૂક પ્રેક્ષક બની રહ્યું છે
રખડતા પશુઓના ધણનો હાઇવે પર અડીંગાથી અકસ્માત સર્જાય છેAdvertisement
ચોમાસાની ઋતુ ચાલુ થતા જ મોડાસા શહેરમાં આવેલ હાઇવે પર ગાયો અડિંગો જમાવી બેસી જાય છે. રસ્તા પર ગાયો બેસી જવાના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગાયોને રસ્તા પરથી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.મોડાસા શહેરના માર્ગો પર તેમજ શહેરની આજુબાજુથી પસાર થતા હાઇવે રોડ પર બેઠેલી ગાયોની ભરમાર જોવા મળે છે અનેક અકસ્માત થવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી મોડાસાની સહયોગ બાયપાસ ચોકડી નજીક ફોર્ચ્યુનર ગાડીને આડે ગાય ઉતરતા ગમખ્વાર અકસ્માતમાં ગાયનું સ્થળ પર મોત નીપજ્યું હતું ફોર્ચ્યુનરના આગળના ભાગનો કડૂચાલો વળી ગયો હતો ગાયનું અકસ્માતમાં મોત થતા વિશ્વ હિન્દૂ પરિષદના લોકો સ્થળ પર પહોંચી પોલીસને જાણ કરી હતી
શામળાજી-ગોધરા હાઇવે મોડાસા શહેરમાંથી પસાર થાય છે મોડાસા-ગોધરા હાઇવે પર મોટી સંખ્યામાં પશુઓ અડિંગો જમાવતા રાહદારીઓ અને વાહન ચાલકોને નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેને લીધે અકસ્માત સર્જાય છે મોડાસા-માલપુર રોડ પર સહયોગ બાયપાસ ચોકડી નજીક પુરપાટ ઝડપે પસાર થતી ફોર્ચ્યુનર કારની વચ્ચે રોડ પર ગાય આવી જતા ધડાકાભેર અકસ્માત સર્જાતા ગાયનું સ્થળ પર મોત નીપજ્યું હતું ફોર્ચ્યુનરના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા ફોર્ચ્યુનરે ગાયને ટક્કર મારતા લોકો રોડ પર દોડી આવ્યા હતા સદનસીબે ફોર્ચ્યુનાર ચાલક અને સવાર લોકોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોડાસા શહેરના મુખ્યમાર્ગો,રહેણાંક વિસ્તારના રોડ-રસ્તા પર અને હાઇવે પર બેઠેલી ગાયોની ભરમાર જોવા મળે છે અનેક અકસ્માત થવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.