37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines આદિવાસી આંદોલનનો : આદિવાસી નેતાઓની અટકાયત, કોંગ્રેસના નેતાઓને પણ ધક્કે ચડાવ્યા

આદિવાસી આંદોલનનો : આદિવાસી નેતાઓની અટકાયત, કોંગ્રેસના નેતાઓને પણ ધક્કે ચડાવ્યા

0
305

ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રેલી યોજવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના વિવિધ મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી છે. તાપી રીવરલિંક અને ડેમના મુદ્દે વિરોધ કરવાના હેતુસર આ રેલી યોજાઈ હતી જેમાં પોલીસે આ રેલી માટે પરવાનગી આપી નહોતી. થોડો સમય આદિવાસી ભાઈ બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું ત્યાં કોંગ્રેસના ઘારાસભ્યાે પણ હાજર રહ્યા હતા. ત્યારે જગદિશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કુચ કરવા જતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્યાે સહીત આદિવાસી નેતાઓની અટકાયત કરી છે. જેમાં કોંગ્રેસના નેતાઓ પણ ધક્ક ચડ્યા હતા.

જગદિશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કુચ કરવા જતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્યાે સહીત આદિવાસી નેતાઓની અટકાયત કરી છે. જેમાં કોંગ્રેસના નેતાઓ પણ ધક્કે ચડ્યા હતા.

ગાંધીનગરમાં યોજાએલા આ વિરોધ પ્રદર્શનની અંદર છોટુ વસાવા, અનંત પટેલ સહીતના આગેવાનો વગેરે જોડાયા હતા ત્યાર અત્યાર સુધી 50થી વધુ લોકોની અટકાયત ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો તાપી રીવરલિંક પ્રોજેક્ટને લઈને વિરોધ કરવા માટે એકત્રિત થયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પણ તેમનો સાથ પુરાવતા આજના દીવસમાં હાજર રહ્યા હતા મામલો ગરમાતા કેટલાકની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!