અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે લોકોને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાનગૃહના પતરા નાખવાનો પણ પંચાયત કે વહીવટી તંત્ર પાસે ગ્રાન્ટ ન હોય તેવું લાગે છે, જેને લઇને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે એક સવાલ છે.
મોડાસા તાલુકl ના ભીલકુવા ગામ 1000 થી વસ્તી ધરાવે છે, ગત દિવાસો મા બિપોરવાજોડા તબાહી મચાવી ત્યારે આ સ્મશાનગૃહના પતરા ઊડી ગયા હતા. હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે, અને અગ્નિ સંસ્કાર કરવા માટે લોકોને કેવી હાલાકીઓ પડતી હશે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ગામ ની મુલકાત કરી જવાબદાર તંત્ર ને કામગીરી સોંપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વિકાસની વાતો વચ્ચે પંચાયત વિભાગ હોય કે જિલ્લા વહીવટી તંત્ર પતરા નાખવાની પ્રાથમિક કામગીરી તો શઈ શકે છે પણ આવી સમસ્યાઓના નિરાકરણ કેમ નથી આવતા તે સવાલ છે. પંચાયત વિભાગે આ બાબતે સત્વરે ધ્યાન આપવું જોઈએ કારણ કે, ચોમાસાના સમયમાં અંતિમ સંસ્કાર કરવા કેટલા કઠિન હશે, તે ગ્રામજનો જ સમજી શકતા હશે.