30 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : મોડાસામાંથી ઇકો ચોરી કરી મધ્યપ્રદેશમાં સંતાડી દીધી, ટાઉન પોલીસે ઇકો ચોરને ઇકો સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો


મોડાસા શહેરના કર્ણાવતી કોમ્પ્લેક્ષ આગળ પાર્ક કરેલી ઇકો કારની ચોરી થતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા અને નેત્રમ શાખાની મદદથી ઇકો કારની ચોરી કરનાર મધ્યપ્રદેશ નિમચમાં રહેતા કાર ચોરને ઇકો કાર સાથે ઝડપી પાડી ગણતરીના દિવસોમાં કાર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કરચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

મોડાસા ટાઉન પોલીસે બાયપાસ રોડ પર આવેલ કર્ણાવતી કોમ્પ્લેક્ષમાં આવેલ કૃનાલ મોટર્સ આગળ પાર્ક કરેલી ઇકો કાર ચોરી થતા ટાઉન પોલીસે વિવિધ ટિમો બનાવી સ્થળ પરના સીસીટીવી કેમેરા અને નેત્રમ કેમેરા રેકોર્ડિંગનું એનાલિસિસ કરી ઇકો કાર નજીક શંકાસ્પદ રીતે ઉભેલી આઈ-20 કાર જોવા મળતા પોલીસે આઈ-20 કાર માટે હાઇવે રોડ સાઈડ પર લાગેલ સીસીટીવી કેમેરા અને ટોલટેક્ષ કેમેરા અને ફાસ્ટેગ આધારે આઈ-20 કાર અને ચોરી કરેલ ઇકો કાર રાજસ્થાનમાં ઘર કરી જતા પોલીસે ફાસટેગ પર કાર નંબરના આધારે ઈ-ગુજકોપમાં સર્ચના આધારે રાજસ્થાનમાં તપાસ હાથધરતાં ચોરી કરેલ ઇકો કાર મધ્યપ્રદેશ ના નિમચ શહેરમાં હોવાની માહિતી પ્રાપ્ત થતા ટાઉન પોલીસ નિમચ પહોંચી ઇકો કાર સાથે અબ્દુલ મન્નાન અબ્દુલકરીમ લુહાર (રહે,સિવિલ હોસ્પિટલ રોડ,નિમચ- મધ્યપ્રદેશ) માંથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!