બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ તેમની પ્રજાવત્સલ કામગીરી માટે જાણીતા છે તેઓ હંમેશા લોકોના કોઈપણ પ્રશ્ન માટે તત્પર રહે છે. આવા લોકલાડીલા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહે તેમના જન્મદિવસ નિમિત્તે કેશવ વિદ્યાલય ગાબટ ખાતે મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરી હતી.
અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધવલસિહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે કેશવ વિદ્યાલય કેમ્પસ ગાબટ ખાતે મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેત્રનિદાન કેમ્પમાં 1,044 દર્દીઓએ લાભ લીધો હતો.
બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે 1000 જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું