વૃદ્ધ શિક્ષકની નજીકમાં આવેલ એક ઘરમાં તસ્કરો ત્રાટકી 1.35 લાખના મુદ્દામાલની ચોરી
અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોર અને તસ્કર ટોળકી બેફામ બની છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો અને રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકી ખાતર પાડી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર સબસલામતની ગુલબાંગ પુકારી રહી છે નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત કરતી ઘટનાઓ સતત બની રહી છે મોડાસા શહેરમાં ધોળેદહાડે બે ફ્લેટમાં લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાના ગણતરના કલાકોમાં લીંભોઇ ગામમાં ઘરફોડ ચોર બે ઘરમાં ત્રાટકી 2.55 લાખથી વધુના મુદ્દામાલનોલ ચોરી કરી ફરાર થઇ જતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા તાલુકાના લીંભોઇ ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ પટેલ મોડાસા શહેરમાં ચાલતી ભાગવદ ગીતા સપ્તાહ પારાયણ ચાલતું હોવાથી રસપાન કરવા ગયા હતા રાત્રે ઘરે આવી ઘર બંધ કરી ઘર આગળ ઉંઘી રહ્યા હતા અને પાછળના દરવાજે થી તસ્કરો ત્રાટકી સોનાના દાગીના, રોકડ રકમ અને એલઈડી ટીવી મળી રૂ.1.20 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા કાંતિભાઈ વહેલી સવારે ઉઠીને ઘરમાં જતા ઘરમાં અસ્તવ્યસ્ત માલસામાન પડેલો જોતા ચોંકી ઉઠ્યા હતા ઘરમાં ચોરી થતા વૃદ્ધ શિક્ષકને જાણ થતા ચિંતિત બન્યા હતા તસ્કર ટોળકી વૃદ્ધ શિક્ષકના ઘર નજીક આવેલા મહેશભાઈ દેવકરણભાઈ પટેલના ઘરમાં ત્રાટકી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ.રૂ.1.35 લાખના મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા લીંભોઇ ગામમાં એક જ રાતમાં બે મકાનમાંથી લાખ્ખો રૂપિયાની ચોરી થતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે મોડાસા રૂરલ પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી ઘરફોડ ચોરોને ઝડપી પાડવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે