અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને અને સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા સતત દોડાદોડી કરી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહત્ય સગીરાને દાહોદના લીમડીમાંથી છુટકારો કરાવ્યો હતો પેરોલફર્લો ટીમે કાલીયાકુવા ત્રણ રસ્તા નજીકથી સગીરાનું અપહરણ કરનાર કાલીયાકુવાના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રોડનું કામકાજ કરનાર દાહોદ જીલ્લાનો શ્રમિક યુવક 17 વર્ષીય સગીરાને ત્રણ મહિના અગાઉ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા ભિલોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ સર્વલન્સ અને હ્યુમન સોર્સ કામે લગાડી દાહોદ પંથકમાં ધામા નાખી બાતમીના આધારે લીમડી ગામમાંથી અપહત્ય સગીરાનો છુટકારો કરાવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો ભિલોડા પોલીસે ત્રણ મહિના અગાઉ સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં ઇસરી પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુન્હાનો આરોપી ગેદલ ઉર્ફે રાજેશ ભેમા ડામોર (રહે,વગડાફળી-કાલીયાકુવા) ઘરેથી નીકળી મેઘરજ તરફ આવવાનો હોવાની બાતમી મળતા તાબડતોડ કાલીયાકુવા ત્રણ રસ્તા નજીક પેરોલ ફર્લો ટીમે આરોપીને શક ન પડે તે માટે જુદા જુદા સ્થળ પર ઉભા રહી વોચ ગોઠવી ગેદલ ઉર્ફે રાજેશ ડામોર ત્રણ રસ્તા નજીક આવતા કોર્ડન કરી ઝડપી પાડી ઈસરી પોલીસને સુપ્રત કર્યો હતો