અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ચાર્જ સંભળાતાની સાથે પ્રોહિબિશનની શખ્ત અમલવારી કરવા પર ભાર મુક્યો છે જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા જીલ્લા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે SP શૈફાલી બારવાલે ત્રણ PSI અને 4 પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો થોડક દિવસોમાં જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે
અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીએસઆઈ વી.વી.પટેલની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીએસઆઇ તરીકે, બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈની શામળાજી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એન.એ.રાઠોડની બદલી બાયડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જયારે અરવલ્લી જિલ્લામાં 4 કોન્સ્ટેબલ ની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે જેમાં અશોકકુમાર સુરેશભાઈ ને LCB માંથી હટાવી બાયડ પોલીસ સ્ટેશનમાં, જીતેન્દ્ર કનુભાઇ ને મોડાસા રૂરલ થી સાઠંબા, જયેન્દ્ર કનુસિંહને મોડાસા રૂરલ થી મોડાસા ટાઉન જ્યારે ધનરાજસિંહને એમ. ટી. થી LCB માં બદલી કરવામાં આવી હતી