શહેરા,
હિન્દુધર્મના પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે.શ્રાવણ મહિનો શરૂ થતા પંચમહાલ જીલ્લામા આવેલા શિવાલયોમાં ભારે ભીડ ઉમટી પડયા હતા.શહેરા પાસે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જીલ્લાભરમાથી શિવભકતો ઉમટી પડશે અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.શિવાલયો પર જળ,દુધ,બીલીપત્રનો જલાભિષેક કરવામા આવશે. પૌરાણિક ગણાતા આ મરડેશ્વર મહાદેવ શિવાયલનો અનેરો મહિમા છે. દર વર્ષે ચોખાના દાણા જેટલું વધતુ હોવાની લોકવાયકા પણ આ શિવાલય સાથે જોડાયેલી છે.
અધિક શ્રાવણ મહિનાની સમાપ્તી થઈ ગયા બાદથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહિમા છે. સાથે સાથે હિન્દુ ધર્મના અનેક તહેવારો આ મહિનામાં આવે છે. તહેવારોનો મહિનો પણ કહેવામા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનો એક શિવજીની ભક્તિ અને આરાધના કરવાનો મહિનો.શહેરા તાલુકામાં આવેલા શિવજીના અનેક શિવાલયોમાં ભારે ભીડ આખો મહિનો જામશે, શહેરા તાલુકાના પાલીખંડા ગામે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. આ મંદિરનો મહિમા અનેરો છે.આખા શ્રાવણ મહિનામા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડયા હતા.ભાવિકો શિવજીને જળ,દુધ, ફુલોનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.શ્રાવણ મહિનાની શરુઆત થતા શિવાલયો ઓમ નમ શિવાયના નારાથી ગુંજી ઉઠયા હતા.ભાવિકો દ્વારા શ્રાવણ માસની ઉજવણી ધામધુમથી કરવામા આવે છે. જેમા શિવભકતો આખો મહિનો ઉપવાસ કરીને ભકિત અને આરાધના કરતા હોય છે.