બામણા – પુનાસણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ, મુંબઈ સંચાલિત સ્વ. એસ.એચ.જોષી અને બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બામણા અને અંજલી હોસ્પિટલ, રણાસણ ના સંયુક્ત ઉપક્રમે કોલેજ પ્રિન્સિપાલ ડૉ.એન.આર.જોષી ના માર્ગદર્શન હેઠળ ‘મફત આંખ નિદાન’ કાર્યક્રમ નું આયોજન થયું હતું.કેમ્પમાં ૨૩૮ ઓ.પી.ડી નોંધાઈ હતી. ૩૨ જેટલા મોતિયાના ઓપરેશન માટેના દર્દીઓ મળ્યા હતા.રણાસણમાં મફત ઓપરેશન થશે. સમગ્ર કાર્યક્રમમાં હાજર દરેક લાભાર્થીને સ્કૂલ કોલેજ સ્ટાફ પરિવાર ધ્વારા ચા – નાસ્તો કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ઉપાધ્યાય, પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, મંત્રી મનોજભાઈ ઉપાધ્યાય, કારોબારી સભ્ય દિનેશભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર આયોજન વિષ્ણુભાઈ સોલંકીએ કર્યું હતું.કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ પરીવારે સફળ બનાવ્યો હતો.