મોબાઈલ યુગમાં સગીર યુવકોની વિકૃત માનસિકતામાં વધારો થઇ રહ્યો છે સગીર યુવકો ગુન્હાહિત કૃત્ય આચરતા ખચકાતા નથી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં કોલેજ રોડ પર માતા-પિતાનું હૈયું હચમચાવી નાખે તેવી ઘટના બનતા સહેજ માટે અટકી ગઈ હતી બે સગીર ભાઈઓએ રાત્રીના સુમારે એક સગીરાનું સાયકલ પર અપહરણ કરી બાલાપીર દરગાહ રોડ પર લઇ જતા રડતી સગીરાને જોતા જાગૃત નાગરિકે અટકાવતા સગીરાએ આપવીતી જણાવતા જાગૃત નાગરિક ચોંકી ઉઠ્યો હતો અને સગીરાના પરિવારજનોને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજની લઘુમતી સમાજની મહિલા તેના બંને દીકરાના અભ્યાસ અર્થે મોડાસા શહેરમાં રહે છે બુધવારે રાત્રીના સુમારે બંને સગીર ભાઈ સાયકલ લઈને નીકળ્યા હતા અને રસ્તામાં ઉભેલ સગીરાનું સાયકલ પર અપહરણ કરી નિર્જન રોડ પર લઇ જવાનો નિર્થક પ્રયત્ન કરતા સગીરાને બંને સગીરોના ઈરાદાની ગંધ આવી જતા રડવા લાગી હતી રાત્રીના ઘોર અંધકારામા સગીરા સાથે કોઈ અનહોની ઘટના બને તે પહેલા નજીકથી પસાર થતા જાગૃત નાગરિકની નજર રડતી સગીરા પર પડતા બંને યુવકોને અટકાવી સગીરાની પૂછપરછ કરતા બંને સગીર ભાઈઓએ સગીરાનું અપહરણ કર્યુ હોવાનું જણાતા સગીરાના પરિવારજનોને જાણ કરતા તાબડતોડ દોડી આવ્યા હતા અને ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બંને સગીરોની પૂછપરછ હાથધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી સગીરાનો બચાવ થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો