અરવલ્લી જીલ્લામાં સતત વધી રહેલા ઝોલા છાપ ડોકટરો થી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે જીલ્લા આરોગ્ય તંત્રની નબળી કામગીરીને પગલે ડિગ્રી વગરના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં તબીબ બની બેઠા છે લોકોની શારીરિક સલામતી જોખમાય તેમ આડેધડ બીમાર દર્દીઓની સારવાર કરી રહ્યા છે રાજ્યમાં હજુ પણ આરોગ્ય સેવાઓથી અનેક લોકો વંચિત છે અરવલ્લી એસઓજી પોલીસે ધનસુરા તાલુકાના રમોસ ગામમાં ઘરમાં ક્લિનિક ચલાવતા ઝોલા છાપ શખ્સને ઝડપી લીધો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે વધુ એક નકલી તબીબ ઝડપી પાડતા જીલ્લામાં ઝોલાછાપ તબીબોમાં ફફડાટ ફેલાયો છે ધનસુરા તાલુકાના રમોસ ગામમાં અશોક બહેચર પ્રજાપતિના ઘરમાં એક નકલી તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે ત્રાટકી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બની બેઠેલા નકલી તબીબ આદરસિંહ હિંમતસિંહ રાઠોડ (રહે, કેવન,હિંમતનગર-સાબરકાંઠા) ને ઝડપી પાડી ઘરમાં રહેલ મેડિકલ સાધનો, દવાઓ, ગોળીઓ અને ઇન્જેક્શન તેમજ રોકડ રકમ મળી રૂ.18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી