આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે મોડાસા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના મંત્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તેમજ ક્લેક્ટર પ્રશસ્તિ પરીકની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો ‘‘મારી માટી, મારો દેશ’’ માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો.
”મારી માટી- મારો દેશ’’ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે મંત્રીના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. તેમના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામા આવી હતી. કાર્યક્રમમાં તાલુકાના માજી સૈનિકોના સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું
મંત્રી ભીખુસિંહ પરમરે જન સંબોધનમાં જણાવ્યું હતું કે ‘મારી માટી, મારો દેશ’ એ વિચારજ અદભુત છે. સમગ્ર દેશની માટી લઈ જવાનો દિલ્હી જશે અને ત્યાં કાર્યક્રમનું સમાપન થશે. જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. 2025 સુધીમાં દેશ વિશ્વમાં આર્થિક દ્વષ્ટિએ ત્રીજા ક્રમે પહોંચી જશે. આજે દુનિયાના તમામ દેશ ભારતને ઓળખે છે. દેશની માટી આપણા માટે ગૌરવની વાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા શામળાજી ધામમાં સંપૂર્ણ વિકાસ માટે રૂ.૧૦ કરોડ અને સાઉન્ડ સિસ્ટમ માટે રૂ.૫ કરોડની ફાળવણી કરી છે જે બદલ આપણે તેમનો આભાર માનીએ છીએ.આ સરકાર સમાજના તમામ લોકોનો સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.
વિકસીત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવા તથા આપણા મહાન ભારત દેશના ભવ્ય વારસા પર ગર્વ લેવા અને તેનું જતન કરવા તથા ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે કામ કરતા રહેવા અને રાષ્ટ્ર પ્રત્યેની અતુટ ફરજોનું પાલન કરવાના પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના સંકલ્પ લીધા હતા. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ થકી માટી દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં એકત્રીત કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક,જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, પ્રાંત અધિકારી અમિત પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, તાલુકા વિકાસ અધિકારી મોડાસા , મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બિપીનચંદ્ર પટેલ, મોડાસા તાલુકાના અગ્રણીઓ સહીત અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા