ગુજરાત સરકાર સામે ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના પડતર પ્રશ્નોની નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓને પગલે આંદોલન છેડવામાં આવતા સરકારે સમાધાનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી જેમાં મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું હતું જોકે હજુ
પણ ત્રણ મુખ્ય પડતર પ્રશ્નોનું ઉકેલ ન મળતા અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકને આવેદન પત્ર આપી
જણાવ્યું હતું કે રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચો, ગુ.રા. કર્મચારી મહામંડળ અને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રી દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીશ્રીઓની કમિટી સાથે તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગ યોજાયેલ જેમાં મહ્દઅંશે પ્રશ્નોના નિકાલ કરવામાં આવેલ હતો સમાધાન થયેલ મુજબ મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરી હતી કે તેમની માંગણીઓ ઝડપથી સ્વીકારવામાં આવે અને મુખ્યમંત્રી સુધી શિક્ષકોનો અવાજ પહોંચાડવામાં આવેની માંગ કરી હતી
INBOX :- પ્રાથમિક શિક્ષકોની ત્રણ મુખ્ય માંગણીઓ કઈ કઈ છે વાંચો
(૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત.
(૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦% ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત
(૩) અમારી માંગણી મુજબ ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉ.પ.ધો.નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ છે