34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા શહેરમાં મોર્નીગ કે નાઈટ વોક પર જતા સાવધાન…!! મોબાઈલ...

અરવલ્લી : મોડાસા શહેરમાં મોર્નીગ કે નાઈટ વોક પર જતા સાવધાન…!! મોબાઈલ ઝુંટવી લેતી ગેંગ સક્રિય,એક યુવકના હાથમાંથી તફડાવ્યો

0
175

મોડાસા શહેરમાં ઘરફોડ ચોર ટોળકી સહીત મોબાઈલ ફોન ઝુંટવી લેતી ગેંગ સક્રિય થતા શહેરીજનો ચિંતિત બન્યા છે મોડાસા શહેરમાં મોર્નિંગ અને નાઈટ વોક માટે મોટી સંખ્યામાં લોકો રોડ રસ્તા પર નીકળતા હોય છે ત્યારે એક્ટિવા પર આવી મોબાઈલની હાથમાંથી તફડંચી કરતી ગેંગ શિકારની શોધમાં તમને શિકાર બનાવે નહીં તે માટે જાગૃત રહેવું જરૂરી છે શહેરના માલપુર રોડ પર પસાર થતા યુવકના હાથમાંથી એક્ટિવા પર આવેલ મોબાઈલ ચોર હાથમાંથી ઝુંટવી ફરાર થઇ જતા યુવક ચોંકી ઉઠ્યો હતો મોબાઈલ ચોરી થતા ટાઉન પોલીસે સમગ્ર મામલો પહોંચ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરના માલપુર રોડ પરથી સોમવારે રાત્રીના સુમારે વોકિંગ પર નીકળેલા વેપારી યુવકના હાથમાંથી પાછળ થી એક્ટિવા પર આવેલ લબરમૂછિયા જેવા લાગતા ચોર યુવક કઈ સમજે તે પહેલા હાથમાંથી મોબાઈલ ઝુંટવી લઇ ફરાર થઇ જતા યુવા વેપારી પણ ફફડી ઉઠ્યો હતો વેપારીના હાથમાંથી સમડીની ઝડપે મોબાઈલની લૂંટ થતા પરિવાર સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી મોડાસા ટાઉન પોલીસ શહેરના માર્ગો પર પેટ્રોલિંગ સઘન બનાવી શહેરીજનોને સુરક્ષા પુરી પાડેની લોક માંગ પ્રબળ બની રાહદારીઓને હાથમાંથી મોબાઈલ ઝુંટવી એક્ટિવા પર ફરાર થયેલ મોબાઈલ ગેંગને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે તાતી જરૂરિયાત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!