39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીઃસાઠંબા-તાલોદ વચ્ચે બે બાઇક ધડાકાભેર ટકરાતાં એકનું મોતઃબે ઘાયલ સારવાર હેઠળ 

અરવલ્લીઃસાઠંબા-તાલોદ વચ્ચે બે બાઇક ધડાકાભેર ટકરાતાં એકનું મોતઃબે ઘાયલ સારવાર હેઠળ 

0
141

સાઠંબા પોલીસ મથકના માર્ગ ઉપર બે બાઈકો ધડાકા ટકરાતા એકનું સ્થળ પર જ મોત નીપજાના અહેવાલ પ્રાપ્ત થયા છે જ્યારે બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા વાત્રક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબા બાયડ માર્ગ પર આનંદપુરાથી તાલોદ વચ્ચે બે બાઇક ધડાકાભેર ટકરાતાં બાઈક પર સવાર બે યુવાનો અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને એમ્બ્યુલન્સ મારફતે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવતાં એક બાઈક પર સવાર સવાર દંપતિ પૈકી બાયડ તાલુકાના વારેણા ગામના વતની રાવળ મનોજભાઈ અમરતભાઈને મ્રુત જાહેર કરાયા હતા. વારેણા ગામનું દંપતિ સાસરે જાલમપુરા જવા નિકળ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ રાવળ મનોજભાઈના પત્નીને ગંભીર થતાં વાત્રક હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય બાઈક પર સવાર યુવાન પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં સાઠંબા પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!