29.1 C
Gujarat
Saturday, September 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: ધનસુરા પોલીસે કીડી ફિલ્મીઢબે પીછો કરી સ્વીફ્ટ કારમાંથી ૨૭ હજારનો વિદેશી...

અરવલ્લી: ધનસુરા પોલીસે કીડી ફિલ્મીઢબે પીછો કરી સ્વીફ્ટ કારમાંથી ૨૭ હજારનો વિદેશી દારૂ સાથે બે બુટલેગરો ને દબોચ્યો

0

 

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળતા જ જિલ્લા પોલીસતંત્રને બુટલેગરો સામે શક્ત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે.ધનસુરા પીએસઆઇ એસ.જે.દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલીંગ હાથધરાતાં બાતમી મળી આધારે ધનસુરના કીડી ગામ તરફ એક સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરેલી કારની ખેપ નિષ્ફળ બનાવી 27 હજારથી વધુ વિદેશી દારૂ સાથે બુટલેગરોને દબોચી લીધો હતો.

ધનસુરા પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ તથા બિયર બોટલ ટીન નંગ-228 જેની કુલ કિંમત રૂ.27,240 નો મુદ્દામાલ ભરી લઈ જઈ પોતાની કબજાની મારુતિ સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.08 BN 3381 કિંમત રૂ.5 લાખ તેમજ મોબાઈલ ફોન નંગ-2 કિંમર 3 હજાર કુલ કિંમત મળી 5,57,240 ના મુદ્દામાલ સાથે મળી બે બુટલેગરો ને ઝડપી પાડી ફરાર બુટેલગરને ઝડપી પાડવા પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઝડપાયેલ બુટેલગર
1)કુશીલ અશોકભાઈ દરજી (રહે. ધનિયોલ સોસાયટી વાસ તા.દહેગામ જી.ગાંધીનગર હાલ રહે સેકટર 14 LDRP કોલેજ સામે ગાંધીનગર )
2)પરીક્ષિત સુંદરલાલ મનાત (રહે.ઝરડા(પંચાલ) તા.મેઘરજ જી.અરવલ્લી. હાલ.રહે.સેકટર-15 LDRP કોલેજ સામે ITI ની બાજુમાં ગાંધીનગર )

વૉન્ટેડ બુટલેગર
1) મયુર વિક્રમજી ઠાકોર રહે.વડસર,ભોંયણીયોવાસ ,ગાંધીનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!