અરવલ્લી જીલ્લાના રેલ્લાવાડા નજીક અંતોલી ગામે બક્ષીપંચ સમાજની આશ્રમ શાળા આવેલી છે ત્યાં શિક્ષક સ્ટાફ અને ગ્રુહપતિની બેદરકારી સામે આવી રહી છે એવી વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
માલપુર તાલુકાના વાવડી ગામના ખાંટ મગનભાઈ જાલમભાઈના પુત્ર ધોરણ 4 અભ્યાસ કરતા હતા.. સારુ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ભણવા ત્યાં મુકવામાં આવ્યા હતા
બાળકને ગુપ્તાંગના ભાગે ચામડીના રોગથી ખંજવાળ આવી રહી હતી શિક્ષક કે ગ્રુહપતિએ બાળકને થયેલી ચર્મરોગની આ બિમાર બાબતે કોઈ જ ધ્યાન ના આપતાં લાંબો સંમય વિતી જતાં બાળકને આ બિમારી આખા શરીરે ફેલાઈ જવા છતાં કોઈ દવાખાનામાં વિધ્યાર્થીને સારવાર નહીં કરાવતાં કે કોઈ શિક્ષક કે સ્ટાફના અન્ય કર્મચારીઓએ ધ્યાન ના આપતા બાળકની બીમારી વધી ગઈ છે અને આજે બાળકની હાલત ગંભીર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આશ્રમશાળામાં રહી અભ્યાસ કરતાં બાળકોને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો તરત જ હોસ્પિટલ લઈ જવાની જવાબદારી જે તે આશ્રમશાળાના ગ્રુહપતિ કે શિક્ષકની હોય છે. પરંતુ અહીં તો વિધ્યાર્થીને હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવવાની વાત તો દુર રહી પણ વાલીને પણ જાણ કરવાની ફરજ આશ્રમશાળાના જવાબદારો ચુકી ગયા હોવાનું સામે આવ્યું છે.
આશ્રમશાળાના ગ્રુહપતિ કે કોઈ અન્ય શિક્ષકોએ વિદ્યાર્થીને દવાખાને ના પહોંચાડયો એ તો ગંભીર બાબત છે જ. તે સાથે વિધ્યાર્થીના વાલીને પણ બાળક બિમાર હોવાની જાણ તરત જ કરવી જોઈએ તે પણ ના કરી….!!!
વિધ્યાર્થીની સ્થિતિ ગંભીર થઈ જતાં પાછળથી વાલીને જાણ કરાતાં છેલ્લે વાલીએ આવી બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તે સારવાર હેઠળ છે.
સરકારી તંત્ર આવી આશ્રમ શાળાઓનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.