હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી પેઢમાલા માઈ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ હોમાત્મક રઘુરુદ્રમાં મુખ્ય યજમાન તરીકે મુકેશ કરુણાશંકર ભટ્ટએ ધર્મલાભ લીધો હતો. સમગ્ર લઘુરુદ્રની પૂજા શાસ્ત્રી યતીનભાઈ (બાવસરવાળા) દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્થાનિક શ્રદ્ધાળુઓ ગ્રામજનોએ મોટી સંખ્યામાં દર્શનો લાભ લીધો હતો.
Advertisement
Advertisement