લોહીલુહાણ હાલતમાં મુસાફર અને તેના ભાઈએ રીક્ષાનો પીછો કર્યો રોડ પર પોલીસની જીપને મદદ માટે સતત હાથ લંબાવ્યો પણ ઉભી ન રહી
ઈજાગ્રસ્ત યુવક મદદ માટે ચાર રસ્તા પોલીસ ચોકીએ પહોંચ્યો હતો ત્યાં પણ ચાર રસ્તા પોલીસ ચોંકી નધણિયાત જોઈ યુવક ચોંકી ઉઠ્યો
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કેટલાક રીક્ષા ચાલકો બેફામ સ્પીડે અને મોટા અવાજે મ્યુઝિક વગાડી પસાર થતા હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા છે શહેરમાં અવારનવાર રીક્ષા ચાલકોની ફરિયાદો સામે આવતી હોય છે મોડાસા શહેરની લિઓ પોલીસ ચોકીથી નાલાંદા સોસાયટી માટે રીક્ષા ભાડે કરનાર યુવકને રીક્ષા ચાલકનો કડવો અનુભવ થયો હતો યુવકે રીક્ષા ચાલકને ઘર નજીક ઉતારવાનું કહેતા રીક્ષા ચાલક અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈ બિભસ્ત ગાળો બોલી યુવકને મોઢા પર પંચ મારતા યુવક લોહીલુહાણ બનતા રીક્ષા ચાલક મોબાઈલ લૂંટી રીક્ષા હંકારી મુકતા યુવકે પીછો કરી મોબાઈલ પાછો મેળવી લીધો હતો રીક્ષા ચાલક ફરાર થઇ જતા ઈજાગ્રસ્ત યુવકને દવાખાને સારવાર લઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસાની નાલાંદા સોસાયટી નજીક રહેતા સંદીપભાઈ ચીમનભાઈ પંડ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવે છે મંગળવારે રાત્રે અમદાવાદથી મોડાસા લિઓ પોલીસ ચોકી ઉતરી ઘર માટે રીક્ષા ભાડે કરી હતી રીક્ષા ચાલકે રોડ પર ઉતારતા યુવકે રીક્ષા ચાલકને ઘર આગળ ઉતારવાનું કહેતા રીક્ષા ચાલક અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને બિભસ્ત ગાળો બોલી યુવક પર હુમલો કરી મોઢા પર મુક્કો મારતા યુવકના નાક પર ઇજા થતા લોહીલુહાણ બનતા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ લઇ નાસી છૂટતા યુવકે હિંમત કરી પીછો કરી મોબાઈલ પરત લીધો હતો યુવકે તેના ભાઈને સમગ્ર ઘટના અંગે જણાવતા એક્ટિવા લઈ સ્થળ પર પહોંચી બંને ભાઈઓએ રીક્ષાનો પીછો કરતા રીક્ષા ચાલકે પુરપાટ ઝડપે રીક્ષા હંકારી મૂકી હતી રોડ પરથી પસાર થતી પોલીસજીપ પાસે હાથ ઊંચા કરી મદદ માંગતા પોલીસજીપે અનદેખી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો ઈજાગ્રસ્ત યુવક મોડાસા ચાર રસ્તા પોલીસ ચોંકી પર મદદ માટે પહોંચતા પોલીસ ચોંકી પર કોઈ પોલીસકર્મી કે હોમગાર્ડ હાજર નહીં મળતા પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો હતો
પીડિત યુવકના મોટા ભાઈ કલ્પેશ પંડ્યાના જણાવ્યા અનુસાર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચતા પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હોવાનું જણાવ્યું હતું