32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ જીલ્લામાં ભાઈબહેનના પ્રતિકસમા રક્ષાબંધનના પર્વની ધામધુમથી ઉજવણી

પંચમહાલ જીલ્લામાં ભાઈબહેનના પ્રતિકસમા રક્ષાબંધનના પર્વની ધામધુમથી ઉજવણી

0
130

ગોધરા
પંચમહાલ જીલ્લામાં ભાઈબહેનના પ્રતિકસમા એવા રક્ષાબંધનના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધવામા આવી હતી તાલુકાનગરો સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી. બહેનોએ રાખડી બાંધીને ભાઈઓને મો મીઠું કરાવામા આવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લામાં તમામ તાલુકામા રક્ષાબંધનના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.સવારથી મંદિરોમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ જોવા મળી હતી.ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી અને આરતી ઉતારી મો મીઠુ કરાવીને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પાઠવી હતી.ભાઈઓએ બહેનોને ભેટ મનગમતી ભેટ આપી હતી.શહેરાના ગ્રામીણ વિસ્તારોમા પણ રક્ષાબંધનના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.ગ્રામીણ વિસ્તારમાં રહેતો કામદાર વર્ગ કામધંધા અર્થ સુરત,અમદાવાદ,રાજકોટ,વડોદરા જેવા શહેરોમાં રહેતો હોય છે.તહેવારો પોતાના માદરે વતન આવીને ઉજવે છે. તહેવારોને પગલે તાલુકાઓના બસ સ્ટેશન ખાતે પણ ભારે ભીડ જોવા મળી રહી હતી. રાખડીઓ બાંધવાના સમયને લઈને બહેનો સોશિયલ મિડિયામાં વહેતા મેસેજના કારણે થોડી અસમંજસમાં જોવા મળી હતી.તો કેટલીક બહેનો કોઈ પણ સમયની ચિંતા કર્યા વિના જ ભાઈઓને રાખડી બાંધી હતી.બહેનોના હાથે રાખડી બંધાવ્યા બાદ ભાઈઓને મનગમતી ભેટ સોગાદો આપી હતી.દુર અન્ય બહારના રાજ્યોમા નોકરી કરતા ભાઈઓને રાખડી બહેનોઓ એ પોસ્ટના મારફતે મોકલાવી શુભકામના સંદેશ પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!