asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

ગોધરા : જ્ઞાન સહાયક યોજના બંધ રાખવા AAP જીલ્લા શિક્ષણ પ્રમુખે હનુમાન દાદાને આવેદન આપી લખ્યુ કે સરકારને સદ્દ્બુધ્ધિ આપે


ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજનાને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા શિક્ષણ પ્રમુખ યોગેશભાઈ બારિયા દ્વારા હનુમાન મંદિરે જઈ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.આવેદનપત્રમા શિક્ષણનુ સ્તર બગાડતી જ્ઞાન સહાયક યોજના બંધ રાખવાની સદબુધ્ધિ સરકાર આપવા બાબતે પ્રાર્થના કરવામા આવી હતી.

Advertisement

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે એ પરમ કૃપાળુ પરમાત્મા આપતો સર્વ શક્તિમાન છો આ બધું જાણો છો. ત્યારે વિદ્યાનું મહત્વ આપ અત્યારથી કોણ સમજી શકે .? ગુજરાત અને દેશમાં શાસન કરી રહેલી વર્તમાન સરકારે શિક્ષણના સ્થળને સાવ ખરાબ કરી નાખ્યું છે. તેથી અમે તારા સંતાનો થકી તમારા ચરણે આવ્યા છે. આમ તો સરકાર સતત ની શિક્ષણ વિરોધી નિર્ણયો લઈ રહી છે. એમાંય તાજેતરમાં સરકાર જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે સરકાર કરાર આધારિત શિક્ષકોની ભરતી કરશે. તમે તો જાણો છો કે શિક્ષણ એ સતત ચાલતી ઋષિ કર્મ સમાન પ્રક્રિયા છે. તો એમાં આવી હંગામી ભરતીઓ કેમ.? આપના સંતાન એવા યુવાન સારસ્વત તો શિક્ષકોએ શિક્ષક બનાવવા માટે બહુ મહેનત કરી હતી. સરકારી કરેલી તમામ કસોટીઓમાંથી પાર ઉતાર્યા છે, તો પછી શિક્ષકોને અન્યાય કેમ? આ શિક્ષકોનું ભવિષ્ય આજે અંધકારમય દેખાઈ રહ્યું છે.

Advertisement

આવી હંગામી યોજનાથી કરાર આધારિત શિક્ષક પોતાની રોજગારી અને ભવિષ્યને લઈને સતત ચિંતીત અને અસુરક્ષિત રહે તે સ્વાભાવિક છે.આની સીધી અસર વર્ગખંડમાં બાળકોના શિક્ષણ પર પડ્યા વિના રહે નહીં. વળી આવી અનિચ્છીતા હોય તો ત્યાં કોઈ પ્રભાવશાળી યુવાન શિક્ષક બનવા તૈયાર જ નહીં થાય. એટલે લાંબા ગાળે સમાજમાં પ્રતિભાશાળી શિક્ષકોની ખૂબ જ અછત પડે છે.પ્રતિભાશાળી શિક્ષકોને અભાવે રાજ્ય અને દેશનું ભવિષ્ય યોગ્ય રીતે ગણાય નહીં. આથી આ યોજના શિક્ષણનું અહિત કરનારી અને ગુજરાતના ભવિષ્યને અંધકારમય બનાવનારી છે.યુવાનો રાજ્ય દેશના ઉજવળ ભવિષ્ય માટે અમે સૌ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ આ સરકારને સદબુદ્ધિ આપો અને ગુજરાતના શિક્ષણને ઉન્નતિ તરફ લઈ જવા જરૂરી આશીર્વાદ આપો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!