28 C
Gujarat
Friday, August 21, 2026
Home Politics & Current Affairs અશ્વિન કોટવાલની બીજેપીમાં જોડાવવાની વાતને વચ્ચે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કંઇક આવું...

અશ્વિન કોટવાલની બીજેપીમાં જોડાવવાની વાતને વચ્ચે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કંઇક આવું કહ્યું, જાણો…

0
792

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પક્ષ પલટાની વાતોએ જોર પકડ્યું છે, આ વચ્ચે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાવાની વાતો વહેતી થઇ છે ત્યારે તેમની એક પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસના વધુ એક દિગ્ગજ ધારાસભ્ય નારાજ હોવાની વાત સામે આવી છે જેમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ છે તેવી અટકળો શનિવારના દિવસે ચાલી હતી. ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ દ્વારા હાલ મનાવવામાં પ્રયાસ થઈ રહ્યા છે. સુખરામ રાઠવા અને અશ્વિન કોટવાલ અરવલ્લીના પ્રવાસ દરમિયાન સાથે જોવા મળ્યા હતા ત્યારે વિપક્ષ નેતા આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે આયા રામ ગયા રામ રહેવાના.

કોંગ્રેસના વફાદારા માણસો છે ભાજપમાં નહીં જોડાય એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કાલે આદિવાસી સમાજની રેલી હતી ત્યારે આદિવાસી નેતા અશ્વિન કોટવાલ કેમ હાજર નહોતા આ વાતને લઈને તેમણે જણાવ્યું કે, એમના દિકરાને લઈને તેઓ બહાર ગયા હતા જેનું મંજૂરી પણ પ્રદેશ પ્રમુખની લીધી હતી એટલા માટે કોઈ પ્રશ્ન નથી તેવું તેમણે જણાવ્યું હતું.

આ વાત તેમને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું પરંતુ તેઓ બીજેપી સાથે જોડાઈ શકે છે આ વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ તેમની બેઠક કદાચ થઈ હોવાનું પણ માનવામા આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!