33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અમરેલી : લાઠી નજીક નારાયણ સરોવમાં ન્હાવા પડેલા 5 કિશોરના મોત, 2...

અમરેલી : લાઠી નજીક નારાયણ સરોવમાં ન્હાવા પડેલા 5 કિશોરના મોત, 2 પરિવારોમાં એક ના એક ચિરાગ બુઝાતા માતમ

0
423

મેરા ગુજરાત, અમરેલી

અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી મળ્યું છે. બાળકોના ડૂબી જવાની ઘટના શનિવારના રોજ બપોરના 1 વાગ્યા આસપાસ બની હતી, જ્યાં ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને તરવૈયાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરવામાં આવી હતી, તળાવામાં શોધખોળ દરમિયા તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે, મૃતર પાંચ કિશોરમાંથી 2 કિશોર પરિવારના એકના એક દિકરા હતા.

મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં
લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયાની જાણ થતાં તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સ્થાનિક મામલતદાર તેમજ પોલિસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરવા પહોંચ્યા હતા.

મૃતકોના નામ

  1. વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
  2. નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
  3. રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
  4. મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
  5. હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18

મૃતક કિશોરો તમામ લાઠી શહેરના રહેવાસી હતી. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળતા બજારોમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!