29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : સુનસર ધોધ જાણે તરસી પ્રિયતમાને રસ તરબોળ કરતા ખળખળ વહી...

અરવલ્લી : સુનસર ધોધ જાણે તરસી પ્રિયતમાને રસ તરબોળ કરતા ખળખળ વહી ઝરણું બની કુદરતનો નાદ સાથેનો અદભૂત નજારો

0
167

સુનસર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, સહેલાણીઓ ઉમટ્યા, કાશ્મીર જેવો આલ્હાદ્ક નજારો

અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થતા અને ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ રૂપી હેત વરસાવતા ભિલોડા નજીક આવેલા સુનસર પાસે અરવલ્લીની ગિરિમાળાઓ માંથી પડતો પાણીનો ધોધ જાણે તરસી પ્રિયતમાને રસ તરબોળ કરતા ખળખળ વહી ઝરણું બની કુદરતનો નાદ સાથે લઈ વાતાવરણને અદભુત સૌંદર્ય આપતો હોય તેવો લાગે છે. આ ધોધ જાણે ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યો હોય તેવો આ “સુનસર ધોધ”નો આહલાદક નયનરમ્ય નજારો જોવા ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે

અરવલ્લીની ગીરીમાળાઓમાં ભારત માતાના મંદિર પાસે આવેલો પ્રચલિત સુનસર ધોધ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા અને ભિલોડામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગના પગલે સુનસર ધોધ જીવંત થતા ધોધમાથી ખડખડ વહેતા પાણીનો નયનરમ્ય નજારો અને સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજીનો લૂપ્ત ઉઠાવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા માટે ઉમટી રહ્યા છે

અમદાવાદથી લગભગ 131 કિલોમિટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢી કલાક ત્રણ કલાકના અંતરે આવેલો આ ધોધ એક દિવસ માટેનું પીકનીક સ્પોટ બની રહ્યું હોય તેમ અમદાવાદ,ગાંધીનગર, સાબરકાંઠા સહીત અન્ય જીલ્લામાંથી સહેલાણીઓ ધોધની મજા લેવા પહોંચ્યા હતા અને કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો લુપ્ત ઉઠાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!