અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે રવિવાર મધ્ય રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં બે મકાન તેમજ બે મંદિરોને નીશાન બનાવ્યા હતા પરંતુ એક મકાનમાં ચોરીનો નીષ્ફળ પ્રયાસ રહ્યો હતો જ્યારે રહેણાંકના મકાનમાંથી રૂ.૩૦.હજારની રોકડ રકમ તેમજ એક મોબાઇલ કુલ રૂ.૩૫ હજારના મુદ્દામાલ ચોરી ગયા હતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયોછે
મેઘરજ તાલુકામાં છેલ્લા એક માસથી તસ્કરોએ ધામા નાખ્યા હોય તેવુ દેખાઇ રહ્યુછે મેઘરજ નગરથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં અઠવાડીયાના સમયાંન્તરે ચોરી અને લુટ ના બનાવો બની રહ્યાછે ત્યારે રવિવાર રાત્રે તસ્કરો રેલ્લાવાડા ગામે ત્રાટક્યા હતા જેમાં એક મકાનની દીવાલ તોડવાનો પ્રયત્ન કર્યોહતો પરંતુ દીવાલ ન તુટતાં ચોરીનો નીષ્ફળ પ્રયાસ રહ્યોહતો ત્યારબાદ તસ્કરોએ ગામના બે મંદિરોમાં ગુસ્યાહતા અને બે મંદિરની દાનપેટી મંદીર પાછળ લાવી તોડીહતી પરંતુ દાન પેટીમાંથી સામાન્ય રકમ નીકળતાં દાન પેટી મંદિર પાછળ નાખી દીધી હતી ત્યારબાદ તસ્કરો ગામમાં ચૌહાણ દિલીપસિહ ચૌહાણના રહેણાંકના ઘર પાછળ બાકોરૂ પાડી ઘરમાં ગુસીને રૂ.૩૦ હજારની રોકડ રકમ તેમજ એક મોબાઇ કુલ મળી રૂ.૩૫ હજારના મુદ્દા માલની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા જે ઘટના સંદર્ભે ઇસરી પોલીસમાં પ્રિંયંકાબા દિલીપસિહ ચૌહાણ રહે.રેલ્લાવાડા તા.મેઘરજ એ અજાણ્યા ચોર વિરૂધ્ધ ફરીયાદ નોધાવીછે