asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફડાતફડી,બાળક કારમાં ફસાઈ જતા 200 મીટર ઢસડયું


નશાની હાલતમાં ઇકો ચાલકને લોકોએ ઢીબી નાખ્યો, લોકોમાં ભારે આક્રોશ, ઇકો ચાલકને માર મારતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
નશામાં ધૂત ઈકો ચાલકે અડેફેટે લીધેલ ઈજાગ્રસ્ત કોણ કોણ વાંચો છેલ્લે

Advertisement

અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો નશાની હાલતમાં બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે ભિલોડા નગરમાં ભર બજારમાં ઇકો કાર ચાલકે નશામાં ધૂત બની બેફામ ગતિએ ઇકો કાર હંકારી રાહદારી અને બાઈક ચાલકને અડફેટે લેતા બજારમાં નાસભાગ મચી હતી કારમાં એક બાળક ફસાતા ઇકો ચાલકે 200 મીટર સુધી બાળકને ઢસડતા લોકો કાર પાછળ દોડી કાર ચાલકને અટકાવ્યો હતો ઈકોની અડફેટે 5 લોકો ઈજાગ્રસ્ત થતા ભિલોડા સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા લોકોએ ઇકો કાર ચાલકને મેથીપાક આપ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડામાં હાર્દસમા મેઈન બજાર વિસ્તાર માં ભિલોડા – શામળાજી ધોરીમાર્ગ પર માંતેલા સાંઢની માફક ગફલતભરી રીતે પુરપાટ ઝડપે મારૂતી ઈકો કારના ચાલકે ચાલકે ૫ રાહદારીઓને અડફેટે લેતા તેઓના શરીર પર વત્તા ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા.મેડિકલ ઓફિસરે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.દારૂ પીધેલા ઈકો કારના ચાલક ને ધટના સ્થળે ઉપસ્થિત અનેક લોકોએ ઢોર માર માર્યો હતો.પોલીસ તાબડતોડ ધટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ઈજાગ્રસ્તો ની યાદી
1)અનસોયાબેન નરેશભાઈ સોલંકી
આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા
2)નરેશભાઈ હરીભાઈ સોલંકી
આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા
3)આદિત્ય પ્રભુભાઈ બરંડા
આ.ઉં.વ. ૧૧ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા
4)ગીતાબેન પ્રભુભાઈ બરંડા
આ.ઉં.વ. ૩૫ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા
5)હિતેશભાઈ મેધાભાઈ વણજારા
આ.ઉં.વ. ૧૯ રહેવાસી. મઉંટાંડા,તા.ભિલોડા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!