ગણેશ વિસર્જનના દિવસે SP શૈફાલી બારવાલે SOG,LCB અને શામળાજી પોલીસ સ્ટેશનમાં દબદબો ધરાવતા પોલીસકર્મીઓનું વિસર્જન કર્યું…!!
Advertisement
અરવલ્લી જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા 99 પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલીનો ગંજીપો SP શૈફાલી બારવાલે ચીપ્યો છે જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક નેક પોલીસસ્ટેશનમાં અને પોલીસતંત્રની વિવિધ શાખાઓમાં કેટલાક વગદાર પોલીસ કર્મચારીઓ (વહીવટદાર) તરીકે દબદબો ધરાવતા પોલીસકર્મીઓની પણ બદલી કરવામાં આવતા ઈમાનદાર પોલીસકર્મીઓમાં આનંદ છવાયો છે સ્વચ્છ છબી ધરાવતા એસપી શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લામાં કેટલાક પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભાઈબંધી બાંધી બેફામ બનેલ બુટલેગર અને વરલી-મટકા અને જુગારના સ્ટેન્ડ ચલાવતા અસામાજીક તત્વો ભૂગર્ભમાં ઉતરી જતા એસપીની કામગીરીને લોકોમાં ભારે આવકાર મળી રહ્યો છે
બીજીબાજુ જીલ્લા પોલીસતંત્રમાં વહીવટદાર તરીકે દબદબો ધરાવતા પોલીસ કર્મીઓમાં સોપો પડી ગયો છે જીલ્લાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા અને વહીવટદાર તરીકે વગોવાયેલ કેટલાક પોલીસકર્મીઓ તો બદલીના સ્થળે હાજર પણ ભૂતકાળમાં ન થયા હોવાના અને જે તે પોલીસ સ્ટેશનમાં પડ્યા પાથર્યા રહેતા હોવાની બૂમો ઉઠી હતી અને રાજકીય અગ્રણીઓ અને ગાંધીનગર સુધી પડીકું પહોંચતું કરી પરત જે તે પોલીસ સ્ટેશનમાં ગોઠવાઈ જતા હોવાની પોલીસબેડામાં ચર્ચાઓ જે તે સમયે ચાલતી રહી છે કેટલાક પોલીસસ્ટેશનમાં પીઆઈ કે પીએસઆઇ કરતા વહીવટદારોનું પ્રભુત્વ વધુ જોવા મળતું હતું ત્યારે જીલ્લા પોલીસવડાએ બદલી થયેલ 99 પોલીસકર્મીઓએ કોઈ પણ પ્રકારના બેક રેફ્રન્સ વગર છુટા થવા અને બદલીના સ્થળે હાજર થવાની તાકીદ કરતા વહીવટદાર તરીકે વગોવાયેલ પોલીસકર્મીઓમાં સોપો પડી ગયો છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા કેટલાક પોલીસકર્મીઓની શંકાસ્પદ કામગીરી હોવાની માહિતી એસપી શૈફાલી બારવાલના કાને પડી હતી થોડા દિવસ અગાઉ બદલીઓ કર્યા બાદ સાગમેટે 99 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતાં જિલ્લાના પોલીસબેડામાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ગુરુવારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 99 જેટલા પોલીસકર્મીઓની શહેર ઉપરાંત જિલ્લામાં આતંરિક બદલીઓ કરી છે,એકીસાથે 99 પોલીસકર્મીઓની બદલીઓ થતા જિલ્લાભરના પોલીસબેડામાં ચર્ચા જાગી છે. પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું