અરવલ્લી જીલ્લો વનસંપદાથી ભરપૂર છે જીલ્લા વનવિભાગ તંત્ર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ભિલોડા રેન્જ હેઠળ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે અન્ય જીવો પ્રાણી પશુ-પક્ષીઓનું સરંક્ષણ કરવા માટે અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે ભિલોડા નગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી
ભિલોડા વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત નગરમાં જનજાગૃતિ રેલીનું અરવલ્લી નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોર ના માર્ગદર્શન હેઠળ ભિલોડા પરિક્ષેત્ર વન અધિકારી શૈલેન્દ્રસિંહ.પી.
રહેવર અને ભિલોડા નાયબ મામલતદાર સંજયભાઈ પટેલે રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું વન્ય પ્રાણી જાગૃતતા અંગેની રેલી ભિલોડા પોલીસ સ્ટેશન થી એસ.ટી. બસ સ્ટેશન, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, શામળાજી હાઈ-વે, મઉં રોડ થી પરત ફરી રેન્જ કચેરી ભિલોડા સુધી વન્ય પ્રાણી સંરક્ષણ અંગે બેનર રેલી કાઢવામાં આવેલ હતી. પી.બી.ભાટી, રાઉન્ડ ફોરેસ્ટર, ભિલોડા, નોર્મલ / વિસ્તરણ તમામ રેન્જ સ્ટાફ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.વન્ય પ્રાણી ને સંલગ્ન ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે પરંપરાગત રીતે સંકળાયેલ સમુદાયોને કાયદાકીય જાણકારી અંગે બેનરથી જાગૃતી કેળવવા ભગીરથ પ્રયાસ કર્યો હતો.