પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે છે. તેમાં પણ આજના
સોશ્યલ મીડિયા યુગમાં કેટલાક લંપટ યુવકો સગીરાઓના ભોળપણનો લાભ લઇ પ્રેમની આડમાં દેહ ચૂંથતા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે
આધુનિક યુગમાં પોતાના સંતાનોનું ભલું ઈચ્છતાં માતા-પિતા માટે ઘણા બધા ચોંકવનારા કિસ્સા બહાર આવતા હોય છે અરવલ્લી જીલ્લામાં ધો.12માં અભ્યાસ કરતી સગીરા ગામના યુવકના પ્રેમમાં પાગલ બનતા પરિવારજનોએ મારઝૂડ કરતા સગીરા 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી
અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈનને એક સગીરાએ કોલ કરી તેના પરિવારજનો મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતા હોવાની જાણ કરતા 181 અભયમ હેલ્પલાઈનના કાઉન્સિલર સ્થળ પર પહોંચી સગીરાનું કાઉન્સલીંગ કરતા સગીરા તેના માતા-પિતા મારઝૂડ કરતા હોવાનું જણાવતા કાઉન્સલીંગ ટીમને સગીરાના દાદા-દાદીએ સગીરા ગામના યુવક સાથે પ્રેમમાં હોવાનું અને ગામમાં ને ગામમાં કઈ રીતે લગ્ન કરવા તેમજ અભ્યાસમાં ધ્યાન આપતી ન હોવાનું જણાવતા કાઉન્સલીંગ ટીમે સગીરાને અભ્યાસમાં ધ્યાન આપવા અને માતા-પિતાને દીકરી પર હાથ નહીં ઉપાડવા અને પ્રેમથી વર્તણુક કરવા સમજાવી કાયદાની સમજ આપી હતી તેમજ સગીરાને માતા-પિતા દીકરીની ભલું ઈચ્છે તેવો અહેસાસ કરાવી સગીરા અને માતા-પિતાને સંયમ પૂર્વક વર્તણુક કરવા સમજાવી સગીરા અને તેના માતા પિતા વચ્ચે સમાધાન કરાવ્યું હતું