28 C
Gujarat
Friday, August 21, 2026
Home Politics & Current Affairs ઇસુદાન ગઢવીનું નિવેદન કહ્યું, જ્યાં આપ પાર્ટી જ્યાં હોય છે ત્યાં સામેની...

ઇસુદાન ગઢવીનું નિવેદન કહ્યું, જ્યાં આપ પાર્ટી જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના ચૂંટણીમાં સૂપડા સાફ

0
271

આપ સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો બીજેપીને ફાયદો થવાની વાત નિતીન ગડકરી એબીપી અસ્મિતાના એક પ્રાેગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતીન ગડકરીના નિવેદનને લઈને આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, આપ પાર્ટીથી બીજેપી ડરી ગયા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની વિઝિટો વધી ગઈ છે. ભાજપને કોંગ્રેસથી ક્યારેય ડર નથી લાગ્યે મિલીભગતથી રાજનીતિ ચાલતી હતી.

દિલ્હીમાં પહેલીવાર આપ પાર્ટી ચૂંટણી લડી ત્યારે આપ પાર્ટીને 28 બેઠકો મળી હતી અને બીજેપીને 32 સીટો મળી હતી. આપ પાર્ટી પછી 70માંથી 67 સીટો લાવી હતી. જેથી આપ જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના સૂપડા સાફ થઈ જાય છે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ કર્યું હતું.

નિતિન ગડકરીએ કહ્યું હતું કે, આપ પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે. આપ પાર્ટી મેદાને આવશે તો ભાજપનો જીતવાનો સરળ બનશે તેવું મોટું નિવેદન ગુજરાતની આગામી વિધાનસભાની યોજવા જઈ રહેેલી ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યું હતું. તેના જવાબ માં ઈસુદાન ગઢવીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!