28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ જો તમારા ઘરે આવીને કોઇ કહે કે, તમારા ઘરેણાં ધોઇ આપીશું, તો...

જો તમારા ઘરે આવીને કોઇ કહે કે, તમારા ઘરેણાં ધોઇ આપીશું, તો ચેતી જજો, 6 તોલાની બંગડી ગઠિયા લઇ ગ્યા, વાંચો સંપૂર્ણ વિગત

0
430

અરવલ્લી જિલ્લામાં ચોરી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. લાશ મળવી, હત્યા, મોડાસાના માલપુર રાત્રીના સમયે બાઈકર્સ ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે, તે ટિંટોઇ તેમજ બાયડ પંથકમાં તસ્કરો સામે સ્થાનિક પોલિસ ઘૂંટણિયે પડી છે. આ વચ્ચે મોડાસા શહેરમાં ગઠિયાઓની ગેંગ ફરતી થઇ છે, જે સોનાના ઘરેણાં ધોવાના બહાને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.ૐ

મોડાસાના અમન પાર્કમાં બે ગઠિયાઓએ આભૂષણો ધોઇ આપવાના બહાને મહિલાની 6 તોલાની બંગડીઓ લઇને પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમનપાર્કમાં બે ગઠિયાઓ આવ્યા હતા, જેમણે સોના-ચાંદીના દાગીના ધોઇ આપીએ છીએ તેમ કહીને ઘરમાં ઘૂસી ગયા હતા. પહેલા ચાંદીની વિંટી ધોઇ આપી પછી મહિલાને વિશ્વાસમાં લઇને સોનાની બંગડીઓએ મહિલાએ આપી હતી. ખાસ મોડસ ઓપરેન્ડીથી ગઠિયાઓએ 6 તોલાની બંગડીઓ મહિલાને બોક્સમાં આવી હતી અને 10 મિનિટ સુધી ગરમ કરવાનું કહી નજર ચુકવીને ફરાર થઇ ગયા હતા, જ્યારે બોક્સ ખોલીને બંગડીઓ જોતા પીડિત મહિલાના મોતિયા મરી ગયા અને વિશ્વાસઘાત થયો હોવાનું માલૂમ થયું. બોક્સમાંથી કંઇ જ ન નિકળતા મહિલાના પગ તળેથી જમીન સરકી ગઇ અને છેતરપિંડી થઇ હોવાનું માલૂમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં ઠગ ટોળકી ફરી રહી હોવાનું સામે આવ્યું છે, પણ ટાઉન પોલિસ શું કરે છે તે પણ સવાલો છે. આ પ્રકારે ઠગ ટોળકીઓ ખુલેઆમ ફરી રહી છે ત્યારે આવા ઠગ લોકોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!