37 C
Ahmedabad
Monday, April 29, 2024

દિલીપ સંઘાણી V/s નરેશ પટેલ, ચૂંટણીનો ઇતિહાસ અને મતદાનમાં જ્ઞાતીઓના આંકડા


મહેન્દ્ર બગડા, મેરા ગુજરાત

Advertisement

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા. અપેક્ષા અનુસાર ભાજપ મેદાન મારી ગયુ. ભાજપના તમામ કાર્યકરો, મોદીસાહેબથી લઈ સી.આર. પાટીલ સુધીના ફુલ ફોર્મમાં છે. કેસરી કલરની નવા લુક વાળી ટોપી ભાજપે મેદાનમાં ઉતારી છે. ટીવીમાં અને ફોટાઓમાં આ જર્મન ટાઈપની ટોપી સરસ લાગે છે. તમામ કાર્યકરો અને નેતાઓ એવુ માને છે કે હવે આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠકો જીતી જશે. આ આત્મવિશ્વાસ સી.આર.પાટીલ સાહેબનો છે અને તેને એકી સુરે તમામ કાર્યકરો, નેતાઓએ ઝીલી લીધો છે.

Advertisement

હવે વાત છે ચૂંટણી સમયે થતા કડાકા ભડાકાની. ચૂંટણી આવે એટલે નેતાઓ પાટલી બદલે, લોકપ્રિય સંતોને અથવા તો લોક્પ્રિય નેતા, કલાકાર વગેરેને તમામ પક્ષ મેદાનમાં ઉતારે. જેમ કે યુપીની ચૂંટણીમાં રાકેશ ટીકૈત તમામ પક્ષોને દબડાવતા હતા. આપણે ત્યાં રાકેશ ટીકૈત તો નથી પરંતુ કેટલીક ધનીક સંસ્થાઓ, જ્ઞાતીઓના આગેવાનો છે જે દરેક ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને નેતાઓનુ નાક દબાવતા આવ્યા છે.

Advertisement

વર્તમાનની વાત કરતા પહેલા 2007ની ગુજરાત ચૂંટણીની વાત કરીએ. એટલે કે ઈતિહાસ પર નજર દોડાવીએ. એ સમયે આજે સી.આર.પાટીલ સાહેબની તમામ સભાઓમાં તેની સાથે જોવા મળતા અને હિરા ઉદ્યોગના માંધાતા વસંત હરી ગજેરાએ મોદી સામે 2007ની ચૂંટણીમાં બૂંગીયો ફુંક્યો હતો. જે નવી પેઢીના વાચકો છે તેમના માટે બુંગીયો એટલે કે બગાવત કરતા પહેલા ફુંકવા માં આવતુ વાજીંત્ર. વસંતભાઈએ જીવરાજભાઈ ધારુકા, બાવકુભાઈ ઉઁધાડ, ગોર્ધન ઝડફિયા, બાલુભાઈ તંતી જેવા અનેક પટેલ આગેવાનો દ્વારા કેશુભાઈને પ્રમોટ કરી મોદી સાહેબ સામે રણશીંગુ ફુંક્યુ. રાજકોટમાં પટેલ સમાજની એટલી મોટી વિશાળ જન સભા થઈ કે મોદી સહીતના ભાજપના તમામ લોકો ધ્રુજી ઉઠ્યા. વસંતભાઈએ સોનિયા બહેન સાથે સમજુતી કરી એનેક ટિકિટો મેળવી પરંતુ લોકોએ તેમને ફગાવી દીધા. પટેલ સમાજ ભાજપ સામે હોવાનો પ્રચાર ભરપુર થયો , છતા ભાજપ કમ્ફર્ટેબલ વિકટરી મેળવી શક્યુ.

Advertisement

હું ગુજરાતીના રિપોર્ટર તરીકે અમરેલીમાં રીપોર્ટીંગ કરતો હતો એટલે મને યાદ છે કે દિલીપભાઈની સભાની સામે વસંતભાઈ ગજેરાએ વિદ્યા સંકુલમાં ગઢડાના એસ.પી.સ્વામીની અધ્યક્ષતામાં એક દિલીપભાઈ વિરુધ સભા યોજી હતી. આ સભામાં દિલીપભાઈએ કેટલાક રાજકીય સંતો માટે એક શબ્દ વાપર્યો હતો કે અમારી વિરુદ્ધ સભા કરી રહેલા કોઈ સંત નથી પરંતુ શઠ છે. ચૂંટણીના અંતે પરિણામ દિલીપભાઈની ફેવરમાં આવ્યુ અને દિલીપભાઈ મોદી સરકારના મહત્વના પ્રધાન બન્યા.ત્યાર બાદની ચૂટંણીમાં 2012માં ફરી પાછા કેશુભાઈને આગળ કરી જી.પી.પીના નેજા હેઠળ ચૂંટણી લડ્યા. પાટીદારો સંગઠીત થયા પરંતુ મોદીને પરાસ્ત ન કરી શક્યા. બે હજાર સત્તરમાં ફરી પાછા પાટિદારો ભાજપ સામે બાંયો ચડાવી મેદાનમાં આવ્યા. આ વખતે નેતા હતા હાર્દીક પટેલ પરંતુ કોંગ્રેસની નહી જીતવાની જીદ સામે ભાજપ સફળ થયુ.

Advertisement

આટલો ઈતિહાસ લખવાનો આશય એ કે આ તમામ સમયે દિલીપ ભાઈ સંઘાણી સહીતના અનેક પટેલ નેતાઓ ભાજપની સાથે અડિખમ રહ્યા. તેઓ પાટીદાર વિરોધી કે પટેલ સમાજના વિરોધમાં ન હતા પરંતુ તેમને ખબર હતી કે કેટલાક પટેલ નેતાઓ પાટીદાર સમાજને સરકાર વિરુધ્ધ કરી પટેલ સમાજને નુકસાન કરી રહી છે. હાર્દિકના આંદોલનથી શું થયુ. પટેલ મુખ્ય પ્રધાન આનંદી બહેનની વિદાઈ થઈ અને વણિક સમાજના મુખ્ય પ્રધાન આવ્યા. દિલીપ સંધાણીને ખ્યાલ છે કે ભાજપે હંમેશા પાટીદારોને સવાયુ આપ્યુ છે અને એટલે જ તેઓ ભાજપની સાથે અને પટેલ સમાજનો રાજકિય દુરઉપયોગ કરનારા લોકોને દિલીપ સંઘાણીએ ક્યારેય સમર્થન આપ્યુ નહી.

Advertisement

ગુજરાતમાં મતદારોની સંખ્યામા જ્ઞાતી પ્રમાણે મતદાર જોીએ તો સૌથી વધુ મતદારો ઓબીસીના 52 ટકા, જેમાં કોળી-ઠાકોર સમાજના 44 ટકા મતદારો છે. નરેશ પટેલના હિસાબ પ્રમાણે જે જ્ઞાતીની વસ્તી વધુ હોય તેને મુખ્ય પ્રધાન જો બનાવવામાં આવે તો, ગુજરાતમાં મુખ્ય પ્રધાન, પ્રદેશ અધ્યક્ષો સહીતના તમામ મુખ્ય હોદ્દાઓ પર કોળી-ઠાકોર સમાજના જ લોકો હોવા જોઈએ. પરંતુ લોકશાહીમાં વધુ વસ્તી કે ઓછી વસ્તુઓના આધારે હોદ્દાઓ કે મુખ્ય મંત્રી ન બનાવી શકાય. પક્ષમાં કાર્યકરની કામગીરી, વિધાનસભ્યોની બહુમતી અને આવડતના આધારે મુખ્ય પ્રધાન બનાવવામાં આવે છે. મતદારોની ટકાવારી પર વધુ નજર નાંખીએ તો, આદીવાસી-એટલે કે અનુસુચિત જન જાતીના મતદારો 14 ટકા છે. દલિત સમાજની મતદાનની સંખ્યા 7 ટકા છે. ક્ષત્રીયો 5 ટકા. ત્યાર બાદ મુસ્લીમ સમાજના મતદારોની સંખ્યા છે 9 ટકા. પાટીદારો જે તમામ મુખ્ય હોદ્દાઓ પર બીરાજમાન છે તેમના મતદાનની ટકાવારી માત્ર 11 ટકાજ છે. આ 11 ટકામાં લેઉવા એને કડવા વગેરે પણ આવી જાય છે. એટલે મતદારની ટકાવીરી પ્રમાણે નરેશ પટેલ જે કહે છે કે પાટીદારોને મુખ્ય પ્રધાન સહીતના તમામ હોદ્દાઓ મળવા જોઈએ તે વધારે પ્રમાણે કહેવાય.

Advertisement

હવે વાત કરીએ દિલીપ સંઘાણીએ રાજકોટ્માં કહ્યુ કે નરેશ પટેલે સમાજના નામે નહી પરંતુ પોતાની વ્યકતીગત મહાત્વાકાંક્ષા માટે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવવુ જોઈએ. તો આ સ્ટેટમેન્ટ દિલીપ સંઘાણીનુ સાચુ છે કારણ કે કોઈ સમાજ કોઈ એક વ્યકતી સાથે કંઈ ઘસડાતો નથી ચાલતો. તમે સમાજના આગેવાન હો અને સમાજ માટે ખોડલધામ જેવી સંસ્થા બનાવી, વિદ્યાર્થીઓ માટે કોઈ સારુ કામ કર્યુ તો તે સમાજના લોકો વર્ષો સુધી તમને યાદ કરે અને તમે ઈતિહાસમાં અમર થઈ જાય. પરંતુ એજ સમાજના સપોર્ટને સમાજના તમામ લોકોને સાથે રાખ્યા વગર પોતાની રાજકિય મહાત્વાકાંક્ષા સંતોષવા માટે ઉયપોગ કરો એ પાપ કહેવાય. દાખલા તરીકે નરેશ પટેલ ભાજપમાં જોડાય જાય તો તમામ પટેલ સમુદાયના લોકો કંઈ નરેશભાઈની સાથે ભાજપમાં ન આવે. આ જ રીતે તે આપમાં જોડાઈ કે કોંગ્રેસમાં પરંતુ તમામ પાટીદારો કંઈ નરેશ પટેલ કહે તેમ જ કરે એ જરુરી નથી. અને રહી વાત દિલીપ સંઘાણીની તો દિલીપ સંઘાણી ચાર ટર્મ લોકસભામાં ચૂંટાઈને દિલ્હી સર કરી આવ્યા છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. એક સમયે ગુજરાતના પ્રધાનમંડળમાં મુખ્ય એવા 11 ખાતાના તેઓ પ્રધાન હતા એટલે નરેશ પટેલની સાથે દિલીપ સંધાણીની સરખામણી શક્ય જ નથી. નરેશ પટેલ હજુ તો રાજકારણમાં જોડાશે, ત્યારા બાદ ચૂંટાઈ ને તે જે પક્ષમાં થી ચૂંટાયા છ તો તેની સત્તા આવે તો એકાદ ખાતાના મંત્રી બને. આ તો હજુ શેખચલ્લીના સ્વપ્ન સમાન છે એટલે દિલીપ સંધાણી અને નરેશ પટેલની સરખામણી શક્યજ નથી.

Advertisement

દિલીપભાઈ સંઘાણીએ પ્રામાણિકતાથી કહ્યું કે નરેશ પટેલનુ યોગદાન પાટીદાર સમાજના સંગઠન અને ખોડલધામમાં અઁભુતુપુર્વ છે, પરંતુ રાજનીતીમાં તેઓ જો ખોડલધામના ટેકાથી આવશે તો સમાજ તેમને કદાચ નહી સ્વીકારે. દિલીપ સંઘાણીનો કહેવાનો હેતુ એ હતો કે સમાજનુ સંગઠન સમાજના હિતમાં થવુ જોઈએ નહી કે રાજકીય ફાયદા માટે. એમણે હાર્દીક પટેલની સરખામણી પણ એ રીતે કરી કે હાર્દીક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી તેમની સાથે પાટીદાર સમાજ કદાચ આંદોલનમાં હતો તેટલો સાથે નથી. બાકી દિલીપ સંધાણીના ધોર વિરોધીઓ પણ માને છે કે દિલીપ સંઘાણીએ રાજકીય જીવનમાં ક્યારે કોઈ ચમરબંધીથી પણ ડર્યા નથી. પટેલ સમાજની અનેકવિધ પ્રવૃતીમાં જીવન પર્યંત જોડાયેલા રહ્યાં છે. બીજુ કે તેમના ચેરમેન પદ હેઠળ આવેલી અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકમાં કુલ સાતસોથી વધુ કર્મચારીઓની ભરતી કરી છે તેમાની તમામ ભરતીમાં તેઓએ પારદર્શી ભરતી કરી છે. દિલીપ સંધાણીના જાની દુશ્મન પણ કહે છે કે દિલીપ ભાઈ કોઈ દીવસ કોઈ પણ કર્મચારીની ભરતીમાં એક પાયનો પણ ભ્રષ્ટ્રાચાર કર્યો નથી. દિલીપ સંઘાણીના નરેશ પટેલના વિવાદ બાદ જે રીતે દિલીપ સંઘાણી માટે સોશિયલ મિડિયામાં કેટલાક યુવાનો દ્વારા જે ભાષા પ્રયોગથી વિરોધ કરાયો તેનાથી પાટીદાર સમાજના અગ્રણીઓ અને જેમને ખરેખર ખબર છે કે દિલીપ સંઘાણીએ આ પાટીદાર સમાજ માટે શું ભોગ આપ્યો છે તેઓ ખુબ વ્યથીત છે. જ્યારે પટેલ સમાજને ગામડાઓમાં રહેવુ દુશ્કર હતુ તેવા સમયે આ દિલીપ સંઘાણીએ તમામ એવા અસામાજીક તત્વો સામે એકલા હાથે લડત આદરી હતી. આ જે વોટ્સ અપ, મિડીયા અને પોલિસનુ રક્ષણ હોવાથી આ પાટીદાર યુવાનોને ખબર નથી કે એક સમયે ગામડાઓમાં પાટીદારોને જ્યારે અન્યાય થતો હતો ત્યારેથી દિલીપ સંઘાણી ત્યાં દોડી જતા હતા.. રાજકિય વિરોધ તેમના સ્થાને હોઈ શકે પરંતુ સમાજ માટે જાત ઘસી નાખનાર એક નેતા માટે અશ્લીલ કહી શકાય તેવી ભાષા વપરાય તે તંદુરસ્ત સમાજ અને લોકશાહી માટે હીતકારી નથી.

Advertisement

આ ઉપરાંત ગુજરાતના રાજકીયપક્ષોના મોટા નેતાઓ પણ કેટલા વામણા અને ડરપોક છે. માત્ર 11 ટકા મતદાર ધરાવતા એક જ સમાજના લોકોની આગેવાનોના ચરણોમાં વારંવાર આળોટ્યા કરે છે, ને જે બાકીની જ્ઞાતીઓ જે સ્વંભુ કોઈ એક પક્ષને 25 વર્ષથી મત આપ્યા કરે છે તેમના નેતાઓ કે સમાજને અવગણના કર્યા કરે છે. એટલે લોકશાહીમાં આગામી સમયમાં જો જ્ઞાતી આધારિત વસ્તી ગણત્રી થઈ તો તમામ લોકોને પોતાની અસલી હેસિયત ખબર પડી જશે તે ચોક્કસ છે. બાકી નરેશ પટેલને રાજનીતીમાં આવવુ જ જોીએ. ખબર પડી જાય કે ભોળા પાટીદારો તેના એક અવાજ પર અબજો રુપિયા અને શ્રમ દાન કરવા તૈયાર થઈ જાય છે તેઓ રાજકીય રીતે સમર્થન આપે છે કે નહી. નરેશ પટેલના સ્ટેટમેન્ટ પછી ગુજરાતમાં પટેલ કોમ્યુનીટીના મુખ્ય પ્રધાન થયા તેના પછી નરેશ પટેલ પર તમામ પોલિટીકલ પાર્ટીની નજર છે. નરેશ પટેલ લગભગ તમામ પક્ષના નેતાઓને નિયમીત રીતે મળતા રહેતા હોવાથી તે આગામી દીવસોમાં શું કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
………………………………….અંત ભલા તો સબ ભલા–…………………………………………….

Advertisement

દિલીપ સંઘાણીના વિરુ્ધ્ધમાં જ્યારે જ્યારે મોટા આંદોલનો થયા કે કોઈ વિવાદ થયો ત્યારે તેના ચુસ્ત સમર્થક પાટીદાર નેતાઓ ગુનાહીત મૌન ધારણ કરીને બેસી ગયા. આ એક રાજનેતા તરીકે કુરણતાની વાત કહેવાય. પછી તે અમર ડેરીમાં દુધનો વિવાદ હોય કે હાલના સમયનો વિવાદ હોય. અને આશ્યર્યની વાત એ છે કે આવા સમયે દિલીપ સંઘાણીના રાજકીય વિરોધી ગણાતા ડો. ભરત કાનાબાર હંમેશા દિલીપ સંઘાણીના સમર્થનમાં જાહેરમાં આવ્યા છે. નહી તો આ જીલ્લાના અનેક મોટા પાટીદાર નેતાઓ જ્યારે જ્યારં દિલીપ સંઘાણીની વિરુધ્ધ કોઈ આઁદોલન થાય ત્યારે ચુપ થઈ પોતાના ધરમાં છુપાઈ જાય છે. દિલીપ સંઘાણીના કારણે મોટા પદ પર પહોંચેલા, આર્થીક અને સામાજીક રીતે સધ્ધર થયેલા નેતાઓ અણીના સમયે દિલીપ ભાઈનો ક્યારેય સાથ નથી આપતા. નહીતો સોશિયલ મિડિયામાં દિલીપ સંઘાણી વિરુ્ધ્ધ ચાલેલા અપપ્રચાર સામે અનેક સમર્થકોના વિડીયો અથવા તો પ્રેસ નોટ જોવા મળતે. દિલીપ સંઘાણી વિરુ્ધ્ધ જે હિનકક્ષાના આક્ષેપો થઈ રહ્યાં છે ત્યારે દિલીપ સંધાણીના સમર્થનમાં ડો. કાનાબારની એક સત્યની સાક્ષીની એક ટ્વીટ માત્ર દેખાઈ રહી છે.

Advertisement

નોંધ– લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે.

Advertisement

ખાસ નોંધ-ગુજરાતમાં જ્ઞાતી આધારીત મતદાન ટકાવારી ઈન્ટરનેટની મદદથી મેળવેલી છે અને રાજકિય પક્ષના નેતાઓ પાસેથી લીધા છે. કોઈ જ્ઞાતીના આંકડા ઓછા વધુ હોય તો ચલાવી લેવા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!