હાલોલ,
હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા નગરના ટોલનાકા વિસ્તારમા આવેલા શોપિંગ કોમ્પલેક્ષમા આવેલા સ્પા મસાજ પાર્લરો પર રેડ કરવામા આવી હતી.જેમા તપાસમાં મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતી હોવાની વિગતો બહાર આવતા ગ્રામ્ય પોલીસ દ્વારા એક યુવતી અને ત્રણ ઈસમો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોધવા પામી છે.
ગુજરાતભરમા ચાલતા સ્પા મસાજ સેન્ટરોમા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જીલ્લા પોલીસ વિભાગને તપાસ કરવાના આદેશો આપવામા આવ્યા હતા. પંચમહાલ જીલ્લામાં પણ આવેલા નગરોમાં પણ ઉપરી આદેશોને ધ્યાનમા રાખીને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.જીલ્લાના હાલોલનગરમાં આવેલા વિવિધ સ્પા મસાજ સેન્ટરો ઉપર હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ઘરવામા આવી હતી.જેમા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી.પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલોલ ટોલનાકા પાસે આવેલા શોંપિંગ સેન્ટરો તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા ખુશી હમામ ડે સ્પા અને ધ આઈસોનિક સ્પા ખાતે તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા સ્પાના ડોક્યુમેન્ટ તપાસ કરતા સ્પા સેન્ટરોના માલિકોએ પરપ્રાન્તિય કર્મચારી રાખીને તેમજ દુકાનના માલિકોએ પોતાની દુકાનોને પરપ્રાન્તિયને ભાડે આપીને પોલીસમાં જાણ નહી કરીને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.