મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર.
અરવલ્લીમાં આવેલ શૈક્ષણિક નગરી મોડાસામાં સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મોડાસા માં 20 ઑક્ટોબર 2023 ના રોજ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ હર્ષ ઉલ્લાસભેર ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત માં જગત જનની જગદંબાની આરતીથી કરવામાં આવી ત્યારબાદ ભારતીય પરંપરાગત ટ્રેડિશનલ પોશાકમાં વિદ્યાર્થીમિત્રો તથા સ્ટાફમિત્રોએ પોતાની આગવી શૈલીમાં માં અંબાની સ્તુતિ કરી ગરબા કરવામાં આવ્યા આમ સમગ્ર સ્ટાફના સાથ સહકારથી સમગ્ર નવરાત્રી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.
આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.