ઑહોજ માતાજીના ચાચર ચોકમાં આઠમના નોરતે ખેલૈયાઓએ સવારે છ વાગ્યા સુધી રમઝટ જમાવી હતી
આઠમના નોરતે માઁ ના દરબારમાં ૧૧૦૦ સમૂહ મહાઆરતી ઉતારી ભક્તોએ ધન્યતા અનુભવી
ઑહોજ માતાના દરબારમાં ચાંદીની માંડવળીની અંદર સોનાના ગરબા પર માતાજીનો દીપ પ્રગટાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
ઑહોજ માતાજી મંદિરના ચોકમાં છેલ્લા ૧૧ વર્ષથી ખેલૈયાઓને હિલોળે ચઢાવતાં એવા રિધમ મ્યુઝિકલ ગ્રુપના લોકગાયક લલિતસિંહ જાડેજા અને લોકગાયિકા વર્ષા બ્રહ્મભટ્ટના સૂરના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા
મોડાસા તાલુકાના ટીંટોઇમાં ઑહોજ માતાજી મંદિર ખાતે નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબાની રમઝટ જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર શેરી ગરબા યોજવામાં આવી રહ્યા છે. મોડાસાના ટીંટોઇ ગામે પણ વર્ષોથી મંદિર પરિસરમાં ગરબા રમીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ટીંટોઇના ઑહોજ માતાના મંદિર ખાતે ચાંદીની માંડવળી મુકવામાં આવે છે. અહીં સોનાના ગરબા પર માતાજીનો દીપ પ્રગટાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માતાજી પર ભક્તોની આસ્થા હોવાથી દૂર દૂર થી ભક્તો ખાસ આઠમના નોરતે આવતા હોય છે અને રાત્રીના બે વાગે ભવ્ય આરતી યોજવામાં આવે છે. ટીંટોઇ ગામે ગુજરાતના વિસ્તારોમા રહેતા ભક્તો તેમજ મુંબઈથી પણ આઠમના દિવસે ભક્તો માતાજીની આરાધના કરવા માટે અચૂક આવે છે