28.1 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines પંચમહાલ : શહેરાના છાંયણા ગામે નવરાત્રી જોવા ગયેલા યુવકના મોબાઈલ પર ફોન...

પંચમહાલ : શહેરાના છાંયણા ગામે નવરાત્રી જોવા ગયેલા યુવકના મોબાઈલ પર ફોન આવ્યો, મિત્રોને કહ્યું અવાજમાં સભળાતુ નથી,,અને પછી સવારે કુવામાંથી લાશ મળી

0

 

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા મહેલાણ ગામના યુવકની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.મૃતક યુવક નવરાત્રીના ગરબા નિહાળવા પોતાના મિત્રો સાથે ગયો હતો.યુવકની લાશ છાયણાં ગામે આવેલા એક કુવામાંથી મળી સવારે મળી આવી હતી.સમગ્ર મામલાની જાણ પોલીસને થતા યુવક લાશ કુવામાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરા પોલીસે આ મામલે એડી નોઁધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પરીવારે જુવાનજોંધ દિકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જીલ્લા શહેરા તાલૂકાના મહેલાણ ગામે રહેતો લંકેશ નિનેમા પોતાના બે મિત્રો સાથે નવા મહેલાણ ગામે નવરાત્રીના ગરબા જોવા ગયા હતો.રાત્રીના ત્રણ વાગે તેમના મિત્રો લંકેશના ઘરે આવ્યા હતા.તેમના પરિવારજનોને પુછ્યુ હતુ. કે લંકેશ ઘરે આવ્યો છે? ત્યારે પરિવારજનોને ના પાડી હતી. મિત્રોએ જણાવ્યુ હતુ કે અમે ત્રણેય મિત્રો છાયણાં ગામે ગરબા જોવા ઉભા હતા.તેવામાં લંકેશના મોબાઈલ પર ફોન આવ્યો હતો.લંકેશે કહ્યુ કે નવરાત્રીના અવાજમાં સંભળાતુ નથી.તે ચાલતો ચાલતો રસ્તે જતો રહ્યો હતો.ત્યારબાદ તેમના મોબાઇલ પર ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હતો.આથી આજુબાજુ ગરબામાં તપાસ કરતા મળી આવ્યો ન હતો.આથી અમે તમારી પાસે આવ્યા હતા.યુવકની માતાએ આ વાત તેમના વડીલ પરિવારજનોને જણાવી હતી.ત્યારબાદ સવારે છાયણાં ગામે જ્યા ગરબા જોવા ગયા હતા.ત્યા તપાસ હાથ ધરી હતી.જેમા નિશાળ ફળીયા પાસે આવેલા એક કુવાંમા ઇયરફોન અને પાકીટ તરતુ જોવા મળતા કુવાનુ ખાલી કરવામા આવતા યુવક લંકેશ નિનામાની લાશ મળી આવી હતી.લાશ મળી આવતા યૂવકના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

 

યુવકની લાશને કુવામાંથી બહાર કાઢીને શહેરા પોસ્ટમોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.શહેરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!