37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસનો ખોફ બુટલેગરો જાંબુડી નજીક ખેતરમાં 1.05 લાખનો...

અરવલ્લી : શામળાજી પોલીસનો ખોફ બુટલેગરો જાંબુડી નજીક ખેતરમાં 1.05 લાખનો વિદેશી દારૂ ઠાલવી બે બુટલેગર સ્વીફ્ટ કારમાં ફરાર

0
211

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ બે થી ત્રણ ગણા ભાવે વેચાણ થતા બિલાડીના ટોપની માફક બુટલેગરો ફાટી નીકળ્યા છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરાજ્ય સરહદો પરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો વિદેશી દારૂ ઠાલવી વિવિધ વાહનો મારફતે દારૂ રાજ્યમાં ઠાલવતા પોલીસની ઝપટે ચઢી ચુક્યા છે જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી પ્રોહિબિશનની શખ્ત અમલવારી કરાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસને પેટ્રોલિંગમાં જોઈ સ્વીફ્ટ કારમાં દારૂની ખેપ મારતા બુટલેગરો જાંબુડી ગામ નજીક ખેતરમાં 1.05 લાખનો દારૂ બિનવારસી મૂકી ફરાર થઇ જતા બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાએ તેમની ટીમ સાથે સઘન પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે જાંબુડી ગામ નજીક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારીત ખેતરમાં રેડ કરી વિદેશી દારૂની બોટલ-બિયર નંગ-576 કીં.રૂ.105612 /- નો જથ્થો જપ્ત કરી દારૂનો જથ્થો ખેતરમાં ઠાલવી ફરાર થનાર સ્વીફ્ટ કારમાં રહેલા બે અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!